ગણેશ ચતુર્થી પર આ અભિનેત્રીના પતિએ કરી આવી હરકત, લોકો ભરાયા ગુસ્સે…
મુંબઈ: આવતી કાલે ગણેશ ચતુર્થીનો તહેવાર છે અને દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. બી ટાઉનના અનેક સેલેબ્સ પણ જોરશોરથી આ તહેવારની ઉજવણી કરે છે. મુંબઈમાં અનેક ઠેકાણે વર્ક શોપમાં ગણેશની મૂર્તિઓ બનાવવામાં આવે છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ બોલીવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના ઘરે પણ ગણપતિ બાપ્પાનું આગમન થઈ ચૂક્યુ છે. દરમિયાન એક્ટ્રેસના પતિએ કંઈક એવું કર્યું હતું કે ચાહકોએ તેને આડે હાથ લઈ લીધા હતા. એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુન્દ્રાએ ગણપતિ બાપ્પાના મૂર્તિ લેવા વર્કશોપમાં પહોંચ્યા હતા. આ દરમિયાનનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે. બાપ્પાને લાવતી વખતે શિલ્પા શેટ્ટી ખૂબ જ ખુશ દેખાઇ રહી હતી. બાપ્પાને ઘરે લાવ્યા બાદ શિલ્પાએ તેની ઈન્સ્ટા સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે પોતાના ઘરે ભગવાન ગણેશની પૂજા કરતી જોવા મળી હતી પંરતૂ દર વખતની જેમ આ વખતે પણ રાજ કુન્દ્રા કેમેરાથી પોતાનો ચહેરો છુપાવતો જોવા મળ્યો હતો અને આ વખતે તેણે હૂડીની મદદથી પોતાનો ચહેરો છુપાવતો જોવા મળ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.
રાજ કુન્દ્રાના આ લુકને જોઇને નેટિઝન્સ તેને ટ્રોલ કરતા પણ જોવા મળ્યા હતા. એક યુઝર્સે કમેન્ટ બોક્સમાં એવું લખ્યું હતું કે, ‘બાપ્પા લેવા આવ્યા હતા, તો પણ એ પોતાનો ચહેરો છુપાવી રહ્યો છે.’ લોકો રાજ કુન્દ્રાની હરકતથી સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ જ રોષે ભરાયા છે.
શિલ્પા શેટ્ટીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘સુખી’માં એક્ટિંગ જોવા મળવાની છે. આ ફિલ્મ 22મી સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે.