OMG, જ્યારે Ambani Familyના આ સદસ્યને મિત્રો બાળપણમાં ભિખારી કહીને બોલાવતા…

આઈ નો, આઈ નો હેડિંગ વાંચીને જ તમને થઈ જશે કે ભાઈ અંબાણી પરિવાર (Ambani Family)ની ગણતરી ભારત જ નહીં પણ દુનિયાના ધનવાન પરિવારોમાં કરવામાં આવે છે તો કોની હિંમત થાય કે બાળપણમાં આ પરિવારના કોઈ પણ સભ્યને ભિખારી કહીને બોલાવે? ચાલો તમને આ અનોખા કિસ્સા પાછળની આખી સ્ટોરી જણાવીએ-
મુકેશ અંબાણી- નીતા અંબાણી (Mukesh Ambani-Nita Ambani)ને ત્રણ સંતાનો છે. જેમાં ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણી (Isha Ambani, Aakash Ambani And Anant Ambani)નો સમાવેશ થાય છે. હાલમાં જ પરિવારના સૌથી નાના દીકરા અનંત અંબાણીના લગ્નને કારણે તો છેલ્લાં કેટલા મહિનાઓથી અંબાણી પરિવાર લાઈમલાઈટમાં છે. ધનવાન હોવા છતાં પણ અંબાણી પરિવારની યંગ બ્રિગેડિયરમાં કોઈ એબ કે કુટેવ નથી જોવા મળતી અને એનું સંપૂર્ણ ક્રેડિટ જાય છે નીતા અંબાણીને. જોકે, નીતા અંબાણીના આ જ હેબિટને કારણે તેમના નાના દીકરાને સ્કુલમાં હંમેશા મજાકનું કારણ બનવું પડતું હતું.
આ પણ વાંચો : અંબાણીના ઈવેન્ટમાં રજનીકાંતે અમિતાભ સાથે આ શું કર્યું કે……
ખુદ નીતા અંબાણી એક ઈન્ટરવ્યુમાં આ બાબતનો ખુલાસો કર્યો હતો કે કઈ રીતે સ્કુલ ડેઝમાં મિત્રો અનંત અંબાણીને ભિખારી કહીને બોલાવતા હતા. નીતા અંબાણીએ આગળ એવું પણ જણાવ્યું હતું કે હું બાળકોને દર શુક્રવારે પોકેટ મની તરીકે પાંચ રૂપિયા આપતી હતી. એક દિવસ અનંતે મારી પાસેથી 10 રૂપિયા માંગ્યા. મેં એને આ પાછળનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે સ્કુલના બાકીના મિત્રો મારા પર હસે છે. એટલું જ નહીં પણ સ્કુલના મિત્રો અનંતને એવું કહેતાં કે તું અંબાણી છે કે ભિખારી?
જોકે, એક વાત તો માનવી પડે કે નીતા અને મુકેશ અંબાણીએ હંમેશાથી જ પોતાના બાળકોને ડાઉન ટુ અર્થ રહેવાનું શિખડાવ્યું છે અને આ જ વાત બાકીના પેરેન્ટ્સે પણ શિખવા જેવી છે. નીતા અને મુકેશ અંબાણીએ હંમેશાથી જ પોતાના બાળકોને પૈસાની કિંમત કરતાં શિખડાવ્યું છે.