મનોરંજન

Its Official: Sonakshi Sinha બની ગઈ Mrs. Zahir Iqbal, વેડિંગ ફોટો જોશો તો…

છેલ્લાં કેટલાય દિવસની બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સોનાક્ષી સિન્હા (Bollywood Actress Sonakshi Sinha) અને ઝહિર ઈકબાલ (Zahir Iqbal)ના લગ્ન ટોક ઓફ ધ ટાઉન હતા અને આખરે આજે આ વિવાહ સંપન્ન થયા. સોનાક્ષીએ ઝહિર સાથેની તેની સાત વર્ષની રિલેશનશિપને આખરે ફાઈનલ નામ આપ્યું છે અને બંને જણ હંમેશ માટે એકબીજાના થઈ ગયા છે. બંને પરિવારની હાજરીમાં કપલે રજિસ્ટર મેરેજ કર્યા હતા.



દરમિયાન ફેન્સ આ ક્યુટ કપલના આફટર વેડિંગ ફર્સ્ટ ફોટોની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. લગ્ન સંપન્ન થતાં કપલ પરિવાર સાથે સેલિબ્રેશનમાં ડૂબ્યું છે. અહીંયા તમારી જાણ માટે કે સોનાક્ષી અને ઝહિરે એક્ટ્રેસના બાંદ્રા સ્થિત ઘરમાં લગ્ન કર્યા હતા. એ વખતે કપલ એકદમ ખુશ દેખાઈ રહ્યું હતું. રતનસી પરિવારની બહુરાની અને ઝહિર લગ્ન બાદ આ જ ઘરમાં રહેવાના છે.

આ પણ વાંચો : Amitabh Bachchanએ કોના માટે કહ્યું કે તેમણે આટલા બધા વ્રત કર્યાં પણ…

વાત કરીએ સોનાક્ષીના લગ્નમાં હાજરી આપનારા મહેમાનોની તો આ લગ્નમાં આયુષ શર્મા, અદિતી રાવ હૈદરી અને સિદ્ધાર્થ હાજર રહ્યા હતા. કપલે લગ્નની ખુશહાલીમાં પેપ્ઝને મોઢું પણ મીઠું કરાવ્યું હતું. વ્હાટઈ કલરના વેડિંગ આઉટ ફિટમાં સોનાક્ષી અને ઝહિર બંને ખૂબ જ શોભી રહ્યા હતા.

Its Official: Sonakshi Sinha became Mrs. Zahir Iqbal, if you see the wedding photo...



જોકે, જોવાની વાત એ છે કે સોનાક્ષીના લગ્નમાં તેના બંને ભાઈઓ લવ અને કુશે હાજરી નહોતી આપી. આ લગ્નને લઈને સિન્હા પરિવારમાં ખૂબ જ મતભેદ જોવા મળ્યા હતા અને એવું પણ કહેવાઈ રહ્યું હતું કે શત્રુઘ્ન સિન્હા (Shatrughna Sinha) પણ હાજરી નહીં આપે, પરંતુ આખરે ઘીના ઠામમાં ઘી પડી રહ્યું હતું અને શત્રુઘ્ન સિન્હા અને પૂનમ સિન્હાએ હાજરી આપીને લાડકવાયીને નવા જીવન માટે આશિર્વાદ આપ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button