શાહિદની નવી ફિલ્મનું નામ આખરે આ રાખ્યુ, જાણો ક્યારે થશે રીલીઝ...
મનોરંજન

શાહિદની નવી ફિલ્મનું નામ આખરે આ રાખ્યુ, જાણો ક્યારે થશે રીલીઝ…

મુંબઈ: બોલીવૂડ અભિનેતા શાહિદ કપૂર અને દિગ્દર્શક વિશાલ ભારદ્વાજની આગામી ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ તાજેતરમાં પૂર્ણ થયું છે, અને હવે તેનું નામ અને રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.

આ ફિલ્મમાં શાહિદ કપૂર સાથે તૃપ્તિ ડિમરી મુખ્ય મેઈન લીડમાં જોવા મળશે. ફિલ્મનું નામ ‘ઓ રોમિયો’ છે, અને તે 2026ના વેલેન્ટાઈન ડે પર રિલીઝ થવાની છે. ચાહકો આ નવી જોડી અને શાહિદના નવા અવતારને જોવા માટે ઉત્સાહિત છે.

શાહિદ કપૂરે રવિવારે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મનું પોસ્ટર શેર કરીને ‘ઓ રોમિયો’નું નામ જાહેર કર્યું હતુ. પોસ્ટરમાં શાહિદ કાઉબોય હેટ પહેરેલા અને ચહેરો હાથથી ઢાંકતા જોવા મળે છે, જે ફિલ્મના રહસ્યમય અને રોમાંચક અંદાજનો સંકેત આપે છે.

તેણે ચાહકો સાથે આ સમાચાર શેર કરતા લખ્યું કે ‘ઓ રોમિયો’ આવતા વર્ષે વેલેન્ટાઈન ડે પર થિયેટરોમાં રિલીઝ થશે. અગાઉ આ ફિલ્મનું નામ ‘અર્જુન ઉસ્તરા’ હોવાની ચર્ચા હતી, પરંતુ હવે નામ ફાઈનલ થઈ ગયું છે.

‘ઓ રોમિયો’માં શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરીની નવી જોડી સાથે નાના પાટેકર, ફરીદા જલાલ અને અવિનાશ તિવારી જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકાઓમાં જોવા મળશે.

આ ફિલ્મ નાડિયાડવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનાવવામાં આવી છે. શાહિદ અને તૃપ્તિની જોડી પ્રથમ વખત સ્ક્રીન પર જોવા મળશે, જેના કારણે ચાહકોમાં ઉત્સુકતા વધી છે. આ એક્શન થ્રિલર ફિલ્મમાં વિશાલ ભારદ્વાજનો દિગ્દર્શનનો જાદુ ફરી એકવાર દર્શકોને જોવા મળશે.

‘ઓ રોમિયો’ શાહિદ કપૂર અને વિશાલ ભારદ્વાજની ચોથી ફિલ્મ છે, જે અગાઉ ‘કમીને’, ‘હૈદર’ અને ‘રંગૂન’ જેવી શાનદાર ફિલ્મો આપી ચૂક્યા છે. આ ફિલ્મ એક એક્શન થ્રિલર છે, જેમાં શાહિદ ફરી એક લવર બોયની ભૂમિકામાં જોવા મળશે.

અગાઉ આ ફિલ્મ 5 ડિસેમ્બર 2025ના રોજ ‘ધુરંધર’ અને ‘દ રાજા સાબ’ સાથે રિલીઝ થવાની હતી, પરંતુ હવે તેની રિલીઝ ડેટ વેલેન્ટાઈન ડે, 2026 સુધી લંબાવવામાં આવી છે.

શાહિદ કપૂર આ વર્ષે 31 જાન્યુઆરીએ રિલીઝ થયેલી એક્શન થ્રિલર ફિલ્મ ‘દેવા’માં જોવા મળ્યા હતા, જેમાં તેમણે પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી હતી.

આ ફિલ્મમાં તેમના લુકને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. હવે ‘ઓ રોમિયો’માં તેમનો નવો અવતાર ચાહકોનું દિલ જીતવા માટે તૈયાર છે. આ ફિલ્મ સાથે શાહિદ અને વિશાલની જોડી ફરી એકવાર બોલિવૂડમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે.

આ પણ વાંચો…શાહિદ કપૂરની સ્પેન ટુરના ફોટો અને વીડિયો થયા વાયલર, અપકમિંગ ફિલ્મની જાહેરાતે ફેન્સનો વધાર્યો ઉત્સાહ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button