મનોરંજન

નેપોટિઝમને લઈને નુસરત ભરુચાએ આ શું કહ્યું?

બોલીવૂડ અને નેપોટિઝમનો સાથ તો દામન અને ચોલી જેવો છે. હાલમાં જ બી-ટાઉનની બ્યુટીફૂલ બેબ નુસરત ભરુચાએ ફરી એક વખત નેપોટિઝમ પર પોતાનો વિચારો વ્યક્ત કરતાં નેપોટિઝમનું ભૂત ધૂણવા લાગ્યું છે.

નુસરતે સોનાક્ષી સિન્હાની દબંગ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ તીનપત્તીથી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું. એટલું જ નહીં તેની ફિલ્મ પ્યાર કા પંચનામા સુપરહિટ સાબિત થઈ હોવા છતાં પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેને કામ મળ્યું નહીં. આટલું ઓછું હોય તેમ કોમેડી ફિલ્મ ડ્રીમ ગર્લની સિક્વલમાંથી પણ તેને અનન્યા પાંડેએ રિપ્લેસ કરી હતી. નુસરતે હાલમાં નેપોટિઝમને લઈને ખુલીને વાત કરી હતી.

આપણ વાંચો: Bollywoodમાં નેપોટિઝમ છે કે નહીં નથી ખબર, પણ ફેવરેટિઝમ છેઃ પરિણિતીએ કેમ કહ્યું આમ

એક ઈન્ટરવ્યુમાં નુસરતે નેપોટિઝમ અને સ્ટાર કિડ્સને લઈને પોતાની રાય વ્યક્ત કરી હતી. નુસરતે જણાવ્યું હતું કે હું એમને નેપો કિડ્સ નહીં કહું, કારણ કે મને એ ટર્મ પસંદ નથી. હું સાચું બોલી રહી છું. હું એને એ રીતે નથી જોતી.

મને લાગે છે કે તમે પણ એક્ટર છો. તમારા પણ સ્ટ્રગલ છે, પ્રેશર છે. પણ હા તેમને સરળતાથી તક અને ઈનરોડ્સ મળી જાય છે, જે અમને નથી મળતા.

સ્ટાર કિડ્સને લઈને નુસરતે આગળ એવું પણ જણાવ્યું હતું કે તેઓ ત્યાં પહોંચી જાય છે, જ્યાં હું નથી પહોંચી શકતી. દાખલા તરીકે મને જો કોઈ પ્રોડ્યુસર ડિરેક્ટરને મળવું છે તો મને એના નંબર કોણ આપશે, મને એમના ઓફિસનું એડ્રેસ વગેરે કોણ આપશે, કોની પાસે માંગું? આ ખૂબ જ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ છે, પણ રિયલ પ્રોબ્લેમ છે. જ્યારે મેં પ્યાર કા પંચનામા તકરી અને મને કોઈ ડિરેક્ટરને મેસેજ કરવો હોય તો હું નંબર ક્યાંથી લાવું?

આપણ વાંચો: રાશા થડાનીનો તૌબા તૌબા ડાન્સ જોઈ વિકીએ કોરિયોગ્રાફરને શું કહ્યું

અત્રે ઉલ્લેખનીય છે કે નુસરત ભરુચાએ આઉટસાઈડર હોવા છતાં પણ કબીર ખાન સાથેની પોતાની મુલાકાત સાથે વાક કરી હતી. તેણે જણાવ્યું હતું કે એ સમયે ડિરેક્ટર કબીર ખાન ખૂબ જ મોટું નામ ગણાતું હતું. મેં એમને મેસેજ કર્યો એ વિચારીને કે તેઓ મને રિપ્લાય કરશે કે નહીં. પણ તેમણે જવાબ આપ્યો.

હું એક મહિનો ખુશ હતી કે મને કબીર ખાન સરનો રિપ્લાય મળ્યો. તેમણે મને મળવા પણ બોલાવી અને મળતી વખતે પણ મેં એમને કહ્યું કે સર, મને વિશ્વાસ નથી થતો કે તમે મને રિપ્લાય કર્યો.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નુસરતે હાલમાં જ ફિલ્મ છોરી ટુમાં કામ કર્યું હતું. આ ફિલ્મ એ હોરર ફિલ્મ છોરીની સિક્વલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button