પિંક ડિઝાઈનર આઉટફિટમાં બોલીવૂડની બ્યુટીફૂલ બેબે પોસ્ટ કર્યા એવા ફોટો કે…

છેલ્લાં કેટલાય સમયથી મોટાભાગની બોલીવૂડ એક્ટ્રેસ ફિલ્મી લાઈનમાં એક્ટિવ હોય કે ના હોય પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેઓ સતત લાઈમલાઈટમાં રહેવાનું સિખી ગઈ છે અને આજે અમે અહીં આવી જ એક બ્યુટીફૂલ બેબની વાત લઈને આવ્યા છીએ. આ એક્ટ્રેસ બીજું કોઈ નહીં પણ નુસરત ભરૂચા છે. નુસરત પોતાના લૂક્સથી સોશિયલ મીડિયા પર હંમેશા ટ્રેન્ડમાં રહે છે અને તેના ફોટો સોશિયલ મીડિયા પર આવતા જ વાઈરલ થવા લાગે છે. હાલમાં જ એક્ટ્રેસે પોતાના લેટેસ્ટ ફોટોશૂટના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે અને આ ફોટો જોઈને ફેન્સ તો તેની અદાના દિવાના બની ગયા છે. આવો જોઈએ શું છે ખાસ આ ફોટોમાં-
આ પણ વાંચો: Aly Goni ક્યારે કરશે લગ્ન, જાણો શું કહ્યું જાસ્મીન ભસીનની મમ્મીએ?
બોલીવૂડ એક્ટ્રેસ નુસરત ભરુચાએ પોતાના ફિલ્મી કરિયરમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. તેણે પોતાની દમદાર એક્ટિંગથી તો ફેન્સના દિલ જિત્યા જ છે, પણ એની સાથે સાથે તેની અદાઓ જોઈને પણ ફેન્સ તેના દિવાના બની જાય છે.
હાલમાં જ નુસરત ભરુચાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટોશૂટના ફોટો શેર કર્યા છે અને આ ફોટો અપલોડ થયાના થોડા સમય બાદ જ ઈન્ટરનેટ પર આગની જેમ વાઈરલ થવા લાગ્યા હતા. ફેન્સ તેનો આ બ્યુટીફૂલ અંદાજ જોઈને તેના વખાણ કરતાં નથી થાકી રહ્યા છે. પોસ્ટ કરેલાં ફોટોમાં નુસરતે પિંક કલરનો સ્ટાઈલિશ લહેંગો પહેર્યો છે અને આ સાથે જ તે એકથી ચઢિયાતા એક કિલર પોઝ આપી રહી છે.
નુસરતે પિંક લહેંગામાં પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરવાની સાથે સાથે જ ઓપન હેર, કપાળ પર માંગટીકો, હાથમાં બંગડીઓ અને ગ્લેમ મેકઅપ કરીને પોતાનો લૂક કમ્પલિટ કર્યો છે. નુસરત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે જેવા પોતાના ફોટો શેર કરે છે કે ફેન્સ તેના ફોટો પરથી નજર હટાવી શકતા નથી.
નૂસરતના આ પિંક લૂક પર પણ ફેન્સ વારી ગયા છે અને તેઓ તેના પર લાઈક્સ અને કમેન્ટ કરીને વ્હાલ વરસાવી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર નુસરત ભરુચાની એકદમ તગડી ફેન ફોલોઈંગ છે. તમે પણ ના જોય હોય તો અત્યારે જ જોઈ લો નુસરતના આ લેટેસ્ટ ફોટોશૂટના ફોટો-