શું…?આમિર ખાનનો જમાઈ આ રીતે આવ્યો લગ્ન કરવા માટે
અભિનેતા આમિર ખાન અને પહેલી પત્ની રીના દત્તાની પુત્રી આયરાના લગ્નના ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. લગ્નના જોડામાં આયરા ખૂબ સુંદર લાગે છે, પરંતુ અભિનેતાનો જમાઈ જે રીતે આવ્યો તે જોતા લોકોને અચરજ પણ થાય છે. આમિરનો જમાઈ નૂપૂર શિખર ફીટનેસલ ટ્રેઈનર છે અને આમિર ઉપરાંત સુષ્સિતા સહિત ઘણા સેલિબ્રિટીને ટ્રેઈન કરી રહ્યો છે. તેણે પોતાના જ લગ્નમાં વરરાજાનું કોસ્ચ્યુમ તો ન પહેર્યું પણ શોર્ટ્સ અને વેસ્ટ (સ્લીવલેસ ટીશર્ટ) પહેલી જીમ ટ્રેઈનર તરીકે જ કોર્ટ મેરેજ કરવા આવી ગયો હતો.
આ સાથે તે લગ્નના વેન્યુમાં જોગિંગ કરતા કરતા આવ્યો હતો, જેનો વીડિયો વાયરલ થયો છે. જોકે પછીથી જે શેરવાનીમાં પણ જોવા મળ્યો હતો.
બન્નેએ બાન્દ્રાની તાજ લેન્ડ્ હોટેલમાં કાનૂની રીતે લગ્ન કર્યા હતા અને નાનકડું રિસેપ્શન આપ્યું હતું. બન્ને પક્ષના સંબંધીઓ હાજર રહ્યા હતા. આમિરની બીજી પત્ની રિકણ રાવને આમિર કીસ કરતો ફોટો પણ વાયરલ થયો છે. હવે તેઓ ઉદયપુર ખાતે શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કરશે અને તે બાદ મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શન આપશે, તેવી માહિતી મીડિયા રિપોર્ટ્સ દ્વારા મળી છે.