હવે આ એક્ટ્રેસે આપ્યો બાળકીને જન્મ, રાખ્યું આવું નામ…
બોલીવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે હાલમાં જ એક દીકરીને જન્મ આપ્યો છે અને એક્ટ્રેસે ખુદ આ વાત સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે શેર કરી છે. એટલું જ નહીં પણ એક્ટ્રેસે પતિ ફહાદ અહેમદ અને દીકરી સાથેના કેટલાક ફોટો પણ શેર કર્યા છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઈરલ થઈ રહ્યા છે.
સ્વરા ભાસ્કરે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કર્યા છે અને ફોટોમાં એક્ટ્રેસ પોતાની દીકરીને ખોળામાં લઈને બેઠી છે, જ્યારે પતિ ફહાદ એની પાસે ઊભો છે. સ્વરાએ બ્લેક એન્ડ વ્હાઈટ આઉટ ફિટ પહેર્યો છે અને લિટલ એન્જલ પિંક કલરના કપડામાં છે. જ્યારે બીજો ફોટો હોસ્પિટલની છે, કે જ્યાં એક્ટ્રેસે બાળકીને જન્મ આપ્યો હતો.
સ્વરાએ 23મી સપ્ટેમ્બરના દીકરીને જન્મ આપ્યો હતો. ફોટો શેર કરવાની સાથે સાથે જ સ્વરાએ એક પોસ્ટ કરી છે જેમાં તેણે પોતાની દીકરીનું નામ પણ જણાવ્યું હતું. સ્વરાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે એક પ્રાર્થના સાંભળવામાં આવી, એક આશીર્વાદ જે મળ્યોસ એક ગીત જે ગણગણવામાં આવ્યું, અમારી દીકરી રાબિયાએ 23મી સપ્ટેમ્બર, 2023ના આ દુનિયામાં પ્રવેશ કર્યો છે. તમારા પ્રેમ માટે ખૂબ ખૂબ આભાર… આ એક નવી દુનિયા છે.
એક્ટ્રેસની આ પોસ્ટ પર ફેન્સ ભરભરીને કમેન્ટ અને લાઈક્સ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસે આ જ વર્ષે માર્ચ મહિનામાં ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા હતા. એ વખતે પણ તેના ફોટો દિવસો સુધી સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા. આ લગ્નને કારણે એક્ટ્રેસને ટ્રોલ પણ કરવામાં આવી હતી અને હાલમાં જ તેણે કરાવેલા મેટરનિટી ફોટોશૂટ માટે પણ તેણે પહેરેલાં આઉટફિટને કારણે તેને ટ્રોલ કરવામાં આવ્યો હતો.