
મુંબઈ: મોડેલ-અભિનેત્રી પૂનમ પાંડેનું માત્ર 32 વર્ષની વયે અચાનક મૃત્યુ થતા મનોરંજન જગત આઘાતમાં છે. સર્વાઇકલ કેન્સરના કારણે પૂનમનું મૃત્યુ થયાના અહેવાલો સવારથી જ ફરતા થયા છે ત્યારે વધુ એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે.
આ અખબારી અહેવાલમાં જણાવાયા અનુસાર પૂનમ પાંડેનું મૃત્યુ સર્વાઇકલ કેન્સરના કારણે નહીં, પરંતુ ડ્રગ્સના કારણે થયું છે. ડ્રગ ઓવરડોઝના કારણે અભિનેત્રીનું મોત થયાનો આ અહેવાલ ખરેખર ચોંકાવનારો છે. જોકે, આવા દાવાની અત્યાર સુધી સત્તાવાર રીતે કોઇ પુષ્ટી કરવામાં આવી નથી.
અહેવાલમાં જણાવાયા મુજબ પૂનમ પાંડેના એક નજીકના સૂત્રએ જણાવ્યું છે કે પૂનમનું મૃત્યુ સર્વાઇકલ કેન્સરના કારણે નહીં, પણ ડ્રગ ઓવરડોઝના કારણે થયું છે. જોકે, પૂનમે ક્યું ડ્રગ્ઝ લીધું હતું તેની જાણ સત્તાવાર રીતે થઇ ન હોવાનું અહેવાલમાં જણાવાયું હતું.
અમુક અહેવાલોમાં પૂનમને પુણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને ત્યાં તેનું મૃત્યુ થયા બાદ તેના મૃતદેહને ઉત્તર પ્રદેશ લઇ જવામાં આવ્યો હોવાનું પણ કહેવામાં આવ્યું છે. જોકે, આ મામલે હજી સુધી પૂનમના કુટુંબીજનોની કોઇ પણ પ્રકારની પ્રતિક્રિયા સામે આવી નથી.