હવે અજય દેવગનની આ ફિલ્મની પણ આવશે સિકવલ
બોલિવૂડ સ્ટાર અજય દેવગનના ખાતામાં ગોલમાલ, સિંઘમ, દૃશ્યમ ઉપરાંત એક વધારાની ફેન્ચાઈઝી છે. એક તરફ તેની સિંઘમ 3 આ વર્ષે રીલિઝ થશે ત્યારે હવે તેની અન્ય એક ફિલ્મની સિક્વલ પણ આ વર્ષમાં જ રીલિઝ થશે. દેવગનની ફિલ્મ રેડની સિક્વલ આવી રહી છે. ફરી તે ઈન્કમટેક્સ ઓફિસર બની કોઈ ભ્રષ્ટાચારી પર ત્રાટકવા આવી રહ્યો છે.
અજય દેવગન એ બોલિવૂડ સ્ટાર્સમાંથી એક છે જેમણે પહેલીવાર ફિલ્મ ફ્રેન્ચાઇઝીનો ભાગ બનવાનું શરૂ કર્યું હતું. હાલમાં, અજય પાસે બોક્સ ઓફિસ પર ત્રણ ખૂબ જ લોકપ્રિય અને અત્યંત સફળ ફ્રેન્ચાઈઝી છે જેમ કે ‘સિંઘમ’, ‘દ્રશ્યમ’ અને ‘ગોલમાલ’. ત્યારે હવે 2018માં રિલીઝ થયેલી અજયની હિટ ફિલ્મ ‘રેઈડ’ હવે ફ્રેન્ચાઈઝીમાં ફેરવાઈ રહી છે એટલે કે એની સિક્વલ આવી રહી છે.
શનિવારથી મુંબઈમાં ‘રેઈડ 2’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. અજય દેવગન, ઇલિયાના ડીક્રુઝ, સૌરભ શુક્લા અને અમિત સિયાલ અભિનીત રેડ દર્શકોને ગમી હતી. તેને સારી થ્રિલર ફિલ્મ ગણવામાં આવે છે. હવે જોવાનું રસપ્રદ રહેશે કે અજય આ વખતે કોના ઘરે દરોડા પાડવાનો છે.
જાણકારી અનુસાર ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં શરૂ થઈ ગયું છે પરંતુ તેના પાર્ટ્સનું શૂટિંગ દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ઘણા સ્થળો પર કરવામાં આવશે. આ વખતે રાજ કુમાર ગુપ્તા જ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. નિર્માતાઓએ પહેલાથી જ રિલીઝ ડેટ કન્ફર્મ કરી દીધી છે અને મીડિયા રિપોર્ટ્નું માનીએ તો 15મી નવેમ્બરે તે થિયટરોમાં રીલિઝ થશે.
નોન-ફ્રેન્ચાઇઝી ફિલ્મોમાં અજયની ‘મેદાન’, ‘ઓરોં મેં કહાં દમ થા’ અને ‘શૈતાન’ પણ આ વર્ષે રિલીઝ થવાની છે. જોકે દર્શકોને કેટલી ગમે છે તે જોવાનું છે. ઘણીવાર સિક્વલ ફિલ્મો દર્શકો જોઈએ તેટલી વધાવતા નથી.