હવે નાના પડદા પર ફરી આવશે રામાયણ, આદિપુરુષ જેવી તો નહીં હોય ને…?
રામાયણની વાર્તામાં એટલી બધી વિવિધતા અને સુંદરતા છે કે તે ક્યારેય જૂની નથી થતી, પણ મહત્વનું એ છે કે તે તમારી સામે કઈ રીતે પિરસવામાં આવે છે. તાજેતરમાં જ રીલિઝ થયેલી આદિપુરુષની વાર્તા અને પાત્રો લોકોને પસંદ નહી હોવાથી ફિલ્મએ ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. જોકે હવે સિદ્ધાર્થ તિવારી નાના પડદા પર ફરી રામાયણ લાવી રહ્યા છે. સિરિયલનું નામ શ્રીમદ રામાયણ છે અને તેનો પ્રોમો સોની ટીવી પર આવતા જ લોકપ્રિય થઈ રહ્યો છે.
સિદ્દાર્થનું કહેવાનુ છે કે આ સિરિયલમાં વાર્તા સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી. આ સિરિયલના પાત્રોની વાત કરીએ તો રાવણના પાત્રમાં નિકિતન ધીર જોવા મળશે અને કૈકૈયીનું પાત્ર શિલ્પા સકલાની ભજવી રહી છે જ્યારે રાજા દશરથના પાત્રમાં આરવ ચૌધરીને સાઈન કરવામાં આવ્યા હોવાની માહિતી મળી છે.
જોકે મુખ્ય પાત્રો એટલે કે રામ અને સીતા કોણ નિભાવશે તે સિક્રેટ છે, જે ધીમેધીમે ખુલશે. આ સિરિયલ 2024માં ટેલિકાસ્ટ થવાની છે. ત્યારે દૂરદર્શન પર આવતી રામાનંદ સાગર જેવી લોકપ્રિયતા મેળવી શકશે કે કેમ તે તો સમય જ બતાવશે.