હવે જવાન આવશે ઓટીટી પર…
મુંબઇ: શાહરૂખ ખાન, નયનતારા અને વિજય સેતુપતિની ફિલ્મ જવાન 7મી સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થઈ ગઇ છે, અને હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. પરંતુ કેટલાક ચાહકો ફિલ્મની ઓટીટી પર રિલીઝની રાહ જોઈ રહ્યા છે જેથી તેઓ ઘરે બેઠા કિંગ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ જોઈ શકે.
એક ઓટીટીની સાઇટે જવાનના રાઇટ્સ ખરીદી લીધા છે. ઘણા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જવાનના સેટેલાઇટ રાઇટ્સ 250 કરોડ રૂપિયામાં વેચાયા છે, જેમાં તેના ડિજિટલ રાઇટ્સ, સેટેલાઇટ અને મ્યુઝિક રાઇટ્સ પણ સામેલ છે. જ્યારે ફિલ્મ તેની રિલીઝના 45થી 60 દિવસ પછી ઓટીટી પ્લેટફોર્મ પર આવે તેવી સંભાવના છે.
નોંધનીય છે કે એસઆરકેની બ્લોકબસ્ટર ફિલ્મ પઠાણ પણ ઓટીટી પર રિલીઝ થઈ હતી, આ ફિલ્મ YRF પ્રોડક્શનની હતી. જવાનનો જે ઓનલાઈન મીડિયા પાર્ટનર છે, તેનો ઉલ્લેખ ફિલ્મની શરૂઆતમાં કરવામાં આવ્યો છે. એટલે જ દર્શકો જવાનને ઓટીટી પર જોઈ શકશે.
જવાન લગભગ 300 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી ફિલ્મ છે. જ્યારે આ ફિલ્મે વિશ્વભરમાં 200 કરોડથી વધુની કમાણી કરી છે. વીકેન્ડ પર હજુ પણ આ ફિલ્મની કમાણી વધવાની શક્યતા છે.