હવે બચ્ચન પરિવારના આ સદસ્યથી નારાજ થયા બિગ બી અને કહી દીધી આ વાત…

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર છેલ્લાં કેટલાય સમયથી પરિવારમાં ચાલી રહેલાં વિખવાદને કારણે ચર્ચામાં છે પણ હેડિંગ વાંચીને જો તમે સમજી રહ્યા હોવ કે આ વિખવાદ વકર્યો છે અને એને પરિણામે બિગ બી બચ્ચન પરિવારના કોઈ સદસ્યથી નારાજ થયા છે તો એવું કશું જ નથી.
વાત જાણે એમ છે કે શ્વેતા નંદાનો દીકરો અને બિગ બીનો દોહિત્ર અગસ્ત્ય નંદા ધ આર્ચિઝ ફિલ્મથી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી ચૂક્યો છે અને ફિલ્મના પ્રમોશન માટે જ તે નાનાજીના મોસ્ટ પોપ્યુલર ટીવી શો કૌન બનેગા કરોડપતિમાં પહોંચ્યો હતો અને એ સમયે બનેલા ઈન્સિડેન્ટની વાત છે.
ફિલ્મ રીલિઝ થયા બાદ અગસ્ત્ય અમિતાભ બચ્ચનના કૌન બનેગા કરોડપતિના એપોસિડોમાં પહોંચ્યો હતો એ સમયનો એક પ્રોમો સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યો છે. આ પ્રોમોમાં જોઈ શકાય છે તે અગસ્ત્ય તેના કો-સ્ટાર્સટની સાથે હોટ સીટ પર બેઠો અને તેણે બિગ બીને કહ્યું કહ્યું હતું કે નાનુ તમે ઓજી. નાનુ તમે મહાન છો. પ્લીઝ તમે મને સહેલાં સહેલાં સવાલ પૂછજો. અગસ્ત્સ્યની આ વાત સાંભળીને બિગ બી થોડા નારાજ થાય છે અને પછી પોતાના મજાકિયા અંદાજમાં જવાબ આપતા કહે છે કે અહીં કોઈ નાનુ વગેરે ચાલવાનું નથી.
પોતાના દોહિત્રને પોતાની સામે હોટ સીટ પર બેસેલો જોઈને બિગ બી ઈમોશનલ પણ થયા હતા અને એ સમયની યાદો વાગોળતાં કહ્યું હતું કે અગસ્ત્યના જન્મની પાંચ જ મિનીટ બાદ મેં એને તેડી લીધો હતો અને એ સમયે જ તેણે પોતાની નાની નાની આંગળીઓથી મારી દાઢી ખેંચવાનું શરૂ કરી દીધું હતું. આજે તે મોટો થઈ ગયો છે અને એક સારો કલાકાર પણ બની ગયો છે.