મનોરંજન

હવે અમિતાભ બચ્ચનના ઘરે ગુંજશે શરણાઇ

બોલિવૂડના બિગ બી અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા હંમેશા અલગ-અલગ કારણોસર ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલાક સમયથી તે પ્રખ્યાત અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી સાથેના સંબંધોને કારણે ચર્ચામાં આવી છે.

એક ઈન્ટરવ્યુમાં નવ્યાએ તેના લગ્ન અને કરિયર વિશે ખુલાસો કર્યો હતો, પરંતુ હજુ સુધી તેની લાઈફ પાર્ટનર કોણ હશે તે અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી. જ્યારે તે પોડકાસ્ટ શોમાં ગઈ હતી ત્યારે તેણે કેટલીક બાબતો પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

તેના આગામી પ્રોજેક્ટ્સ વિશે વાત કરતાં નવ્યાએ કહ્યું હતુ કે, હાલમાં હું મારા લગ્નનું આયોજન કરી રહી છું. લગ્ન થશે, મોટો પરિવાર હશે. પરંતુ આ બધામાં મારી કારકિર્દી મારા માટે સૌથી મહત્વની છે. તેની અવગણના ન થાય તેનું ધ્યાન રાખીશ. નવ્યા લગ્નની તારીખ ક્યારે જાહેર કરશે તેના પર ઘણા લોકોનું ધ્યાન છે. ચાહકોએ તેને શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે.

નવ્યાએ આ વખતે પોતાની પ્રોફેશનલ લાઈફ પર પણ કમેન્ટ કરી છે. તે કહે છે, મને નથી લાગતું કે હું અત્યારે બહુ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છું. પરંતુ હું તેને એક પડકાર તરીકે જોઉં છું. હું 21 વર્ષની ઉંમરે ગ્રેજ્યુએટ થઇ. હવે હું મને જે યોગ્ય લાગે છે તે કરવા પર ધ્યાન કેન્દ્રિત કરું છું. મને હંમેશ એ વાત પરેશાન કરે છે કે ભારતમાં કેટલી છોકરીઓને તેઓ જે કરવા માંગે છે તે કરવાની તક મળે છે.

એપ્રિલ 2022માં નવ્યા અને સિદ્ધાંત સિક્રેટ વેકેશન પર ગયા હતા, પરંતુ તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા ન હતા. લાંબા સમય પછી જ્યારે તેઓએ તે ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા, ત્યારે જોવામાં આવ્યું કે તેમના બંને ફોટામાં બેકગ્રાઉન્ડ સમાન છે. તેના પર નેટીઝન્સે વિવિધ પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું હતું.

ત્યાર બાદ જૂનમાં બંને એકસાથે ફિલ્મમાં જવાના ફોટા પણ સામે આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી સિદ્ધાંત અને બચ્ચન પરિવારની નિકટતા વધી રહી છે. સિદ્ધાંત અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન સાથે ઘણી ઇવેન્ટ્સના વીડિયો શેર કરતો જોવા મળ્યો છે, તેથી સોશિયલ મીડિયા પર વિવિધ ચર્ચાઓ જાગી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button