મૃણાલ નહિ પણ બાદશાહ આ પાકિસ્તાની અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ, તસવીરોમાં થયો ખુલાસો
બોલીવુડના પ્રખ્યાત રેપર-સિંગર બાદશાહ પોતાના અંગત જીવનને લઇને ઘણા ચર્ચામાં છે. તાજેતરમાં જ દિવાલી પાર્ટીમાં અભિનેત્રી મૃણાલ અને બાદશાહ એકસાથે હાથ પકડીને એન્ટ્રી લેતા બંને વચ્ચે અફેર હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું, પરંતુ બંનેમાંથી કોઇએ આ વાતની પુષ્ટી કરી નથી. હવે પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર સાથે બાદશાહને દુબઇમાં મસ્તી કરતો જોઇને તેમના ફેન્સ ચોંકી ગયા છે.
પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની અને બાદશાહની તસવીરો અને વીડિયો શેર કર્યા છે. કેપશનમાં હાનિયાએ લખ્યું, ‘બાળકોએ શોપિંગ કર્યું.’
એકવાર ઇન્સ્ટાગ્રામ પર લાઇવ સેશન દરમિયાન એક ફેન દ્વારા સવાલ પૂછવામાં આવતા બાદશાહે કહ્યું હતું કે તે પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરને ખૂબ પસંદ કરે છે અને તેને મળવા પણ ઈચ્છે છે. અને હવે તેમની એકસાથે તસવીરો જોઈને કહી શકાય કે બાદશાહની આ ઈચ્છા પૂરી થઈ છે. જો કે ICC વર્લ્ડ કપ દરમિયાન એવી અફવાઓ ફેલાઈ હતી કે હાનિયા આમિર અને પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ એકબીજાને ડેટ કરી રહ્યા હતા. જો કે બાબર આઝમના લગ્ન નક્કી થઇ ગયા છે જેથી આ અફવામાં પણ કોઇ દમ નથી. હાનિયા આમિર એક પાકિસ્તાની અભિનેત્રી છે. પરંતુ ભારતમાં પણ તેની મજબૂત ફેન ફોલોઈંગ છે. તે પાકિસ્તાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે.