Hema Malini નહીં પણ આ એક્ટ્રેસની ફિલ્મ 40 વખત જોવા મીલો પ્રવાસ કરતાં હતા Dharmendra! | મુંબઈ સમાચાર

Hema Malini નહીં પણ આ એક્ટ્રેસની ફિલ્મ 40 વખત જોવા મીલો પ્રવાસ કરતાં હતા Dharmendra!

બોલીવૂડના હીમેન તરીકે ઓળખ ધરાવરા ધર્મેન્દ્રસિંહ દેઓલ (Dharmendrasingh Deol)નું નામ લાખો જુવાનિયાઓની ડ્રીમગર્લ અને બોલીવૂડ એક્ટ્રેસ હેમા માલિની (Hema Malini) જોડાયું છે અને બંને જણ લગ્ન પણ કરી લીધા. પરંતુ શું તમને ખબર છે કે હેમા માલિની સિવાય પણ ધર્મેન્દ્રનું દિલ બોલીવૂડની એક હસીના પર આવી ગયું હતું અને તે આ હસીનાની ફિલ્મ જોવા માટે 40 દિવસ સુધી મીલો ચાલી નાખતા હતા? ચાલો તમને જણાવીએ આ અનોખા કિસ્સા વિશે…

પંજાબના ગબરુ જવાને બાળપણમાં જે સપનું જોયું એને સાકાર કરીને દેખાડ્યું હતું. સંઘર્ષ અને મહેનત કરીને ધર્મેન્દ્રએ ઈન્ડસ્ટ્રીમાં ટોચનું મુકામ હાંસિલ કર્યું છે. ઈન્ડસ્ટ્રીમાં ધર્મેન્દ્રનું નામ સુપરસ્ટાર તરીકે લેવામાં આવે છે. પોતાની દમદાર બોડી, શાનદાર અવાજ અને સ્માર્ટ લૂકના માલિક ધર્મેન્દ્ર આજે પણ કરોડો દિલ પર રાજ કરે છે.

ધર્મેન્દ્રના પિતા હેડમાસ્ટર હતા અને ખૂબ જ કડક મિજાજના હતા. જ્યારે ધર્મેન્દ્ર ફગવાડા કોલેજમાં ભણતા હતા અને બસમાં બેસીને જલંધર જતા અને ફિલ્મ જોવા જતા હતા. એટલું જ નહીં તેઓ વીતેલાં જમાનાના દિગ્ગજ અદારા સુરૈયા (Suraiya)થી એટલા બધા પ્રભાવિત થઈ ગયા હતા કે તેમણે તેમની ફિલ્મ દિલ્લગી 40 વખત જોઈ નાખી અને નક્કી કરી લીધું કે તે પણ એક્ટર બનશે.

આ બધા વચ્ચે ધરમપાજીને માહિતી મળી હતી કે ફિલ્મ ફેયર મેગેઝીન એક્ટર્સ તરીકે નવા ચહેરાની શોધ કરી રહ્યું છે અને ટેલેન્ટ હન્ટ માટે તેમણે પોતાનું નામ આપી દીધું. સંયોગ પણ જુઓ કે હજારો નામોની વચ્ચે ધરમપાજીને ચાન્સ મળ્યો અને મુંબઈ પહોંચી ગયા. જોકે, મુંબઈ આવ્યા બાદ પણ તેમનું સ્ટ્રગલ ઓછું ના થયું. અહીં કામ મેળવવામાં પણ તેમને મુશ્કેલી પડી પણ ધર્મેન્દ્રે હાર માનવાને બદલે મહેનત કરવાનું ચાલું રાખ્યું અને સફળતા મેળવીને જ રાહત લીધું.

1960માં ધર્મેન્દ્રને પહેલો બ્રેક મળ્યો મળ્યો અને ફિલ્મ દિલ ભી તેરા, હમ ભી તેરામાં કામ મળ્યું. જોકે આ બાદ પણ તેમણે અનેક ફિલ્મોમાં કામ કર્યું પણ તેમની પહેલી હિટ ફિલ્મ હતી ફૂલ ઔર પત્થર. બસ ત્યાર બાદ ધર્મેન્દ્રએ પાછા વળીને નથી જોયું અને એક પછી એક સેંકડો હીટ ફિલ્મો આપી દીધી.

સંબંધિત લેખો

Back to top button