Deepika Padukone કે Malaika Arora નહીં આ છે ઈન્ડસ્ટ્રીની નવી ફિટનેસ ક્વીન… | મુંબઈ સમાચાર

Deepika Padukone કે Malaika Arora નહીં આ છે ઈન્ડસ્ટ્રીની નવી ફિટનેસ ક્વીન…

હેડિંગ વાંચીને જ તમારા મગજના ઘોડા પણ દોડવા લાગ્યા ને કે ભાઈ દીપિકા પદૂકોણ, મલાઈકા અરોરા કે કૃતિ સેનનને ટક્કર મારે એવી કઈ નવી ફિટનેસ ક્વીન આવી છે ઈન્ડસ્ટ્રીમાં? ચાલો વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના તમને આ ફિટનેસ ક્વીન વિશે જણાવી જ દઈએ…

જી હા, જ્યારે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફિટનેસની વાત થાય તો શિલ્પા શેટ્ટી, મલાઈકા અરોરા, દિપીકા પદૂકોણ અને કૃતિ સેનનનું નામ પહેલાં આવે, પરંતુ બોસ હવે બી-ટાઉનના ફિટનેસ ક્લબમાં હવે નવી ક્વીનની એન્ટ્રી થઈ છે. આ સ્ટાર કિડ્સે ધ આર્ચીઝથી પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત કરી હતી. હવે તો ખ્યાલ આવી જ ગયો હશે કે અમે અહીં કોની વાત કરી રહ્યા છીએ. અહીં વાત થઈ રહી છે સુહાના ખાનની.

image source – GQ India



સુહાનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે જિમમાં અલગ અલગ એક્સરસાઈઝ કરતી જોવા મળી રહી છે. ફિટનેસને લઈને સુહાનાનું ડેડિકેશન જોઈને એવું લાગી રહ્યું છે કે તેણે એક્શન ફિલ્મોમાં હાથ અજમાવવા માટેની પૂરી તૈયારીઓ કરી લીધી છે.

સુહાનાના વીડિયો શેર કરતાં જ યુઝર્સ તેના પર લાઈક્સ અને કમેન્ટનો વરસાદ કરી રહ્યા છે. એક યુઝરે સુહાનાના આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે સુહાના તેં આ જબરજસ્ત પુલઅપ કઈ રીતે કર્યું? બીજા એક યુઝરે લખ્યું હતું કે આ વીડિયો જોયા બાદ એવું લાગે છે કે હવે તો જિમ જવું જ પડશે. ત્રીજા એક યુઝરે લખ્યું છે કે ફિટનેસ ગર્લ…

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સુહાના હાલમાં પોતાના પપ્પા શાહરુખ ખાન સાથે ફિલ્મ કિંગમાં જોવા મળશે. દર્શકો બાપ-દીકરીની આ જોડીને સ્ક્રીન પર જોવા માટે ઉત્સુક છે. શાહરુખની વાત કરીએ તો શાહરુખે હજી સુધી કોઈ નવા પ્રોજેક્ટની જાહેરાત કરી નથી અને હાલમાં તો તેના હાથમાં પણ કિંગ જ એક પ્રોજેક્ટ છે.

સંબંધિત લેખો

Back to top button