મનોરંજન

Arjun Kapoor નહીં પણ આ Mystryman સાથે સ્પોટ થઈ Malaika Arora?

હાલમાં મલાઈકા અરોરા અને એક્ટર અર્જુન કપૂર (Malaika Arora And Arjun Kapoor) પોતાના બ્રેકઅપને કારણે છે. બંનેના બ્રેકઅપની જોરશોરથી ચર્ચા થઈ રહી છે, ત્યારે મલાઈકા અરોરા મિસ્ટ્રી મેન સાથે સ્પોટ થઈ હતી અને ત્યારથી હવે એક જ ચર્ચા ચાલી રહી છે કે આખરે મલાઈકા સાથે દેખાનારો આ પુરુષ કોણ છે? ચાલો તમને પણ જણાવી જ દઈએ…

અર્જુન કપૂર સાથેના બ્રેકઅપની ચર્ચા વચ્ચે હવે મલાઈકા અરોરાનો મિસ્ટ્રી મેન સાથે એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે અને એને કારણે જ લોકોને એ જાણવાની તાલાવેલી થઈ રહી છે કે આખરે અર્જુન કપૂરને બદલે મલાઈકા સાથે દેખાનારો આ પુરુષ કોણ છે? તો આ સવાલનો જવાબ એવો છે કે મલાઈકા સાથે જોવા મળનારો આ મિસ્ટ્રી મેન બીજો કોઈ નહીં પણ દિશા પટણીનો બોયફ્રેન્ડ એલેઝેન્ડર એલેક્સ છે. મલાઈકા અને એલેકઝાન્ડર સેલ્ફીમાં એકદમ હેપ્પી હેપ્પી પોઝ પણ આપી રહ્યા છે.

જોકે, કહાનીમાં ટ્વીસ્ટ એ છે કે મલાઈકાનો આ વાઈરલ થઈ રહેલો ફોટો પણ પૂરા પાંચ વર્ષ જૂનો છે અને ફોટોની કેપ્શનમાં મલાઈકાએ ચેની ચાય 5 વર્ષ… એવી કેપ્શન આપી છે. મલાઈકા હંમેશા તેની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં આવતી હોય છે. હાલમાં પણ મલાઈકા તેની પર્સનલ લાઈફને કારણે જ ચર્ચામાં આવી છે.

એલેકઝાંડરની વાત કરીએ તો તેને ઘણી વખત દિશા પટણી સાથે સ્પોટ કરવામાં આવ્યો છે અને ઘણા લાંબા સમયથી બંને ડેટ કરતાં હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. આ સિવાય હાલમાં જ ગયા અઠવાડિયે એલેકઝાંડર એલેક્સ ઈન્ડિયન ક્રિકેટર હાર્દિક પંડ્યાની પત્ની અને મોડેલ નતાશા સ્ટેનકોવિક (Hardik Pandya’s Wife Natasha Stankovic) સાથે સ્પોટ થયો હતો અને ત્યારે પણ તે ચર્ચામાં આવ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો