Amitabh Bachchan નહીં પણ ત્રણ લોકોના નામનું સિંદૂર લગાવે છે Rekha… | મુંબઈ સમાચાર

Amitabh Bachchan નહીં પણ ત્રણ લોકોના નામનું સિંદૂર લગાવે છે Rekha…

બોલીવૂડની સદાબહાર એક્ટ્રેસ એટલે રેખા (Rekha). રેખા આજે પણ એટલા જ સુંદર દેખાય છે જેટલાં તેઓ પહેલાં દેખાતા હતા. વધતી ઉંમરની સાથે તેમની સુંદરતામાં પણ વૃદ્ધિ થઈ રહી છે. કોઈ પણ ઈવેન્ટ હોય રેખા પોતાની સુંદરતા અને કિલર લૂકથી લાઈમલાઈટ તો ચોરી જ લે છે પણ આજની એક્ટ્રેસ પર ભારી પણ પડે છે. જો તમે રેખાના દરેક લૂકને ધ્યાનથી જોયા હશે તો તે દરેક લૂકમાં સેંથીમાં સિંદુર જોવા મળે છે, હવે તમને થશે કે ભાઈ રેખા આખરે કોના નામનું સિંદુર સેથીમાં પૂરે છે? ખુદ એક્ટ્રેસે આ વાતનો ખુલાસો ઈન્ટરવ્યુમાં કર્યો હતો અને જણાવ્યું હતું કે તેણે એક નહીં ત્રણ-ત્રણ લોકો સાથે લગ્ન કર્યા છે અને તે ત્રણ જણના નામનું સિંદુર સેંથીમાં પૂરે છે. આવો જોઈએ કોણ છે આ ત્રણ જણ અને કેમ રેખાએ આવું કહ્યું-

સિમી ગરેવાલના શો પર જ્યારે રેખાને બીજા લગ્નને લઈને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે જે ખુલાસો કર્યો એ ખૂબ જ ચોંકાવનારો હતો. રેખાએ આ સવાલનો જવાબ મજાકિયા અંદાજમાં આપતા જણાવ્યું હતું કે હું કોઈ માણસ સાથે તો બીજા લગ્ન નહીં કરું. પરંતુ બાદમાં થોડા સિરીયસ થઈને જવાબ આપતા કહ્યું હતું કે બીજા લગ્ન કરી શકું છું. મેં ઓલરેડી ત્રણ લોકો સાથે લગ્ન કર્યા છે. પહેલાં તો મેં મારી જાત સાથે, મારા પ્રોફેશન અને મારા ફેન્સ સાથે મનોમન લગ્ન કરી લીધા છે. હું પરિણીત છું. હું કોઈ સનકી માણસ નથી. રેખાએ આગળ જણાવ્યું હતું કે લગ્ન માટે પુરુષની જરૂર નથી હોતી, મહિલા ખુદ પણ પોતાની રક્ષા કરી શકે છે.

આ પણ વાંચો : Abhishek Bachchan-Aishwarya Rai-Bachchanના ડિવોર્સ વચ્ચે યુઝર્સને સતાવી આરાધ્યાની ચિંતા…

રેખાની પ્રોફેશનલ લાઈફ જેટલી શાનદાર રહી છે એટલું જ તેમની પર્સનલ લાઈફમાં દુઃખ અને દર્દ ભર્યા પડ્યા છે. એક સમય હતો કે જ્યારે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને રેખાના અફેયરની ચર્ચા ઈન્ડસ્ટ્રીમાં જોરશોરથી ચાલતી હતી. જોકે, અમિતાભ બચ્ચન એ સમયે પરિણીત હતા અને એટલે તેમણે ક્યારેય રેખા સાથેના અફેયરની વાત કબૂલી નહીં અને રેખા પોતાની લાગણી છુપાવી નહીં શકી.

અત્રે ઉલ્લેખનીય છે કે 1990માં દિલ્હીના એક બિઝનેસમેન મુકેશ અગ્રવાર સાથે લગ્ન કર્યા, પરંતુ લગ્નના સાત મહિના બાદ જ મુકેશ અગ્રવાલે આત્મહત્યા કરી લીધી. રિપોર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો રેખા લગ્નના ત્રણ જ મહિનામાં પતિથી બોર થઈ ગઈ હતી અને તેણે આ સંબંધનો અંત લાવવાનું નક્કી કરી લીધું હતું. જોકે, તેમ છતાં રેખા આજે પણ સેંથીમાં સિંદૂર પૂરે છે અને એક સુહાગણ મહિલાની જેમ જ સાજ અને શૃંગાર કરે છે.

Back to top button