સ્ટંટ કરતી વખતે નોરા ફતેહી બની આનો શિકાર, વીડિયો શેર કરી આપી માહિતી
મુંબઈ: બૉલીવૂડની ડાન્સર નોરા ફતેહી તેના હૉટ ડાન્સ સ્ટેપ્સને લઈને ખૂબ જ પ્રખ્યાત છે. નોરાની દરેક માહિતી સોશિયલ મીડિયા પર તરત જ વાઇરલ થઈ જાય છે. તાજેતરમાં પણ નોરા સાથે બનેલી એક ગંભીર ઘટનાનો ખુલાસો થયો છે.
અભિનેતા વિદ્યુત જામવાલ સાથે ‘ક્રૈક’ નામની ફિલ્મમાં અભિનેત્રી નોરા ફતેહી સ્ટંટ અને એક્શન કરતી જોવા મળશે. 23 ફેબ્રુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મમાં મોટાભાગના સ્ટંટ્સ નોરાએ જ કર્યા હોવાની માહિતી સામે આવી હતી.
માહિતી મુજબ સ્ટંટ કરતી વખતે નોરા પડી ગઈ હતી. નોરાએ તેના આ ખતરનાક સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે પગમાં રોલર સ્કેટ પહેરીને સ્ટંટ કરતી દેખાઈ રહી છે. આ સ્ટંટમાં વિદ્યુત જામવાલ સાથે એક દોરડા વડે નોરાને બાંધવામાં આવી છે અને બંને સ્ટેક કરતાં દેખાઈ રહ્યા છે.
જોકે આ દરમિયાન વિદ્યુત એકદમ આગળ નીકળી જતાં નોરાને એક ઝટકો લાગે છે અને તેનું બેલેન્સ બગાડતાં તે જમીન પર ઘસરાઈને પડી જાય છે. આ ઘટના બાદ વિદ્યુત અને ત્યાં રહેલા ક્રૂ મેમ્બર્સ પણ નોરાની મદદ માટે દોડી આવે છે. આ ઘટનામાં નોરાને કોઈ પણ ગંભીર ઇજા થઈ નથી, પણ તેના ચાહકોને નોરાની ચિંતા થઈ રહી છે એવી કમેંટ્સ આ વીડિયો પર જોવા મળી રહી છે.