મનોરંજન
સુપ્રીમ કોર્ટે જેક્લિન ફર્નાન્ડિસની અરજી ફગાવીઃ 200 કરોડના મની લોંડરિંગનો છે મામલો

સુપ્રીમ કોર્ટે અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિસની અરજી ફગાવી છે. અભિનેત્રી સામે ઈડીએ મની લોંડરિંગના કેસમાં કાર્યવાહી શરૂ કરી છે. અભિનેત્રીએ આ કેસમાંથી પોતાનું નામ કાઢવા અને ઈડીની કાર્યવાહી રોકવાની અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી, પરંતુ કોર્ટે 200 કરોડના મની લોંડરિંગ કેસમાં હાઈકોર્ટના આદેશમાં કોઈ હસ્તક્ષેપનો ઈનકાર કર્યો હતો.
ઈડીએ દાખલ કરેલી એફઆઈઆરને રદ કરવાની અરજી જેક્લિને કોર્ટમાં કરી હતી. અભિનેત્રીએ દાવો કર્યો હતો કે તેનો સુકેશ ચંદ્રશેખર સાથે કોઈ સંબંધ નથી આથી તેની સામેની એફઆઈઆર દર કરવામાં આવે.
જોકે સુપ્રીમ કોર્ટે તેની અરજી રદ કરી હોવાથી હાલમાં તો અભિનેત્રીને કોઈ રાહત મળી નથી.