સાત સમંદર પાર સાડીમાં Nita Ambaniએ બિખેર્યો એવો જલવો, જોઈને તમે પણ કહેશો કે…

અંબાણી પરિવારના લેડી બોસ નીતા અંબાણી (Nita Ambani) 60 વર્ષની ઉંમરમાં પણ પોતાની સ્ટાઈલ અને સ્ટેટમેન્ટથી પરિવારની વહુ-દીકરીઓને તો ઠીક પણ બોલીવૂડ એક્ટ્રેસને પણ કાંટે કી ટક્કર આપે છે. હાલમાં નીતા અંબાણી અમેરિકાના મેસેચ્યુસેટસ સ્ટેટ પહોંચ્યા છે અને ત્યાં પણ તેમણે પોતાની આદત પ્રમાણે જ પોતાના લૂકથી લાઈમલાઈટ ચોરી લીધી હતી. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું નીતાબેને-
આ પણ વાંચો: નીતા અંબાણી પાસે રહેલાં આ નેકલેસની કિંમત એટલી કે સાત પેઢીઓ આરામથી…
નીતા અંબાણી પોતાની યુનિક સ્ટાઈલ અને સ્ટેટમેન્ટથી હંમેશા લાઈમલાઈટ ચોરી લેતા હોય છે અને આવું જ કંઈક તેમણે સાત સમંદર પાર અમેરિકાના મેસેચ્યુસેટ્સ સ્ટેટ ખાતે પણ કર્યું હતું. અહીં ગવર્નર મૌરા હીલીએ નીતા અંબાણીને સન્માનિત કર્યા હતા. બોસ્ટન ખાતે યોજાયેલા એક સમારોહમાં નીતા અંબાણીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ સમયે તેમણે પહેરેલી સાડી સોશિયલ મીડિયા ચર્ચામાં આવી છે. નીતા અંબાણીનો એથનિક લૂક લોકોનું દિલ જિતી રહ્યો છે.
વાત કરીએ નીતા અંબાણીની સાડીની તો નીતા અંબાણીએ આ ઈવેન્ટ માટે સુંદર હેન્ડલૂમ શિકારગાહ બનારસી સાડી પહેરી હતી. આ સાડીનું વણાટકામ ખૂબ જ જટિલ છે અને તે પારંપારિક કોન્યા ડિઝાઈનથી બનાવવામાં આવી છે. હેન્ડલૂમ સાડીની સાથે નીતા અંબાણીએ મલ્ટીલેયર્ડ પર્લ નેકલેસ અને ડાયમંડ સ્ટાઈલ ફિંગર રિંગ પહેરી હતી. નીતા અંબાણીનો આ લૂક ખૂબ જ સ્ટનિંગ લાગી રહ્યો હતો.
આ લૂક સાથે નીતા અંબાણીએ ન્યુડ આઈશેડો, વિંગ્ડ આઈલાઈનર, મસ્કારા કોટેડ લેશેઝ, બ્લશર, હાઈલાઈટર અને ગ્લોસી લિપસ્ટિકની સાથે તેમનું મેકઅપ નેચરલ લાગી રહ્યા છે. આ સાડી સાથે નીતા અંબાણીએ બનારસી સિલ્કની શોલ કેરી કરીને પોતાનો લૂક કમ્પલિટ કર્યો હતો.
આ પણ વાંચો: નીતા અંબાણી પાસે કયો ફોન છે અને તેની કિંમત કેટલી છે જાણો છો?
સોશિયલ મીડિયા પર નીતા અંબાણીના ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. તમે પણ ના નીતા અંબાણીનો આ વાઈરલ લૂક તો અહીંયા જોઈ લો…