મનોરંજન

Nita Ambaniએ ફરી ચલાવ્યો Black Magic, વિશ્વાસ ના હોય તો જોઈ લો વીડિયો…

અંબાણી પરિવારના લેડી બોસ નીતા અંબાણી (Nita Ambani) હંમેશા જ પોતાના ગ્રેસફૂલ અને ગોર્જિયસ લૂકથી લોકોના દિલ જિતી લે છે. નીતા અંબાણીના સાડી લૂક હોય કે વેસ્ટર્ન આઉટફિટવાળા લૂક હોય ખૂબ જ વાઈરલ થતાં હોય છે. નીતા અંબાણી હાલમાં જ ઈન્ડિયન ડિઝાઈનર અબુ જાની સંદીપ ખોસલાના સ્ટોર લોન્ચ પર પહોંચ્યા હતા અને કહેવાની જરૂર ખરી કે આ વખતે પણ નીતા અંબાણી લાઈમલાઈટ ચોરી લીધી છે. નીતા અંબાણીનો આ લૂક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં નીતા અંબાણીના આ લૂકમાં નીતા અંબાણી હર હંમેશની જેમ જ બ્યુટીફૂલ લાગી રહ્યા છે. લોકો એક સેકન્ડ માટે પણ નીતા અંબાણી પરથી પોતાની નજર હટાવી શક્યા નહોતા. તેમણે આ ઈવેન્ટ માટે અબુ જાની સંદીપ ખોસલા દ્વારા ડિઝાઈન કરવામાં આવેલી સાડી જ પહેરી હતી. નીતા અંબાણીનું ફોકસ હંમેશાથી જ એક વારસાને આગળ લઈ જવાનો હોય છે અને આ વખતે પણ તેમણે એક આર્ટપીસ પ્રદર્શિત કર્યું હતું.

નીતા અંબાણીએ આ સમયે બ્લેક મિરર વર્ક કરેલી સાડી પહેરી હતી. આ સાડી પર ગોલ્ડન વર્ક પણ કરવામાં આવ્યું છે. નીતા અંબાણીએ આ સાડી સાથે પહેરેલા બ્લાઉઝ પર 24 કેરેટ ગોલ્ડનું કામ કરવામાં આવ્યું હતું, જે તેની સુંદરતામાં વધારો કરી રહ્યો હતો. આ સુંદર સાડી સાથે તેમણે કુંદન સ્ટેટમેન્ટ નેકલેસ પણ પેયર અપ કર્યું હતું. પોતાના લૂકને કમ્પલિટ કરવા માટે પોટલી બેગ કેરી કરી હતી. લોકોને નીતા અંબાણીનો આ લૂક ખૂબ જ પસંદ આવ્યો હતો.

આ પણ વાંચો: નીતા અંબાણીને જોતા જ રસ્તા પર વહુ Radhika Merchant એ કર્યું આ કામ, યુઝર્સે કહ્યું વિશ્વાસ નથી થતો…

લોન્ચ સમયે નીતા અંબાણીએ એક સુંદર અને ઈમોશનલ સ્ટોરી પણ શેર કરી હતી, જે અંબાણી પરિવાર અને અબુ જાની અને સંદીપ ખોસલા સાથેના સંબંધોને બયાં કરે છે. નીતા અંબાણીએ જણાવ્યું હતું કે મારી દીકરી ઈશા અંબાણી ખુદ એક સ્ટાઈલ આઈકન છે અને તેની પણ પહેલી પસંદ અબુ જાની અને સંદીપ ખોસલા છે. ઈશા ત્રીસ વર્ષની હતી ત્યારે એણે પહેલી વાર લહેંગો પહેર્યો હતો અને એ સંદીપ ખોસલા અને અબુ જાનીએ ડિઝાઈન કર્યું હતું.

ખૂબ જ ઓછા લોકો જાણે છે કે અંબાણી પરિવારના કોઈ પણ વેડિંગ ફંક્શન્સ અબુ જાની અને સંદીપ ખોસલાના ડિઝાઈનર લહેંગા વિના અધૂરા છે. 2018માં ઈશા અંબાણીએ પોતાના લગ્નમાં પહેરેલો લહેંગો સૌથી મોંઘા લહેંગામાંથી એક છે. આ લહેંગાની અંદાજિત કિંમત 90 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે અને તે પણ અબુ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઈન કર્યા હતા. આ સિવાય શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટે પણ પોતાના લગ્નમાં આ ડિઝાઈનર જોડીએ તૈયાર કરેલાં લહેંગા જ પહેર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button