Nita Ambaniએ Anant Ambani પ્રિ વેડિંગ બેશમાં પહેરી આ ખાસ સાડી, જોશો તો બોલી ઉઠશો વાહ…

Buisnessman Mukesh Ambani and Nita Ambaniએ હાલમાં જ દીકરા Anant Ambani-Radhika Merchantનું જામનગર ખાતે ત્રણ દિવસનું પ્રિ વેડિંગ બેશ યોજાઈ ગયું અને કહેવાની જરૂર ખરી કે હંમેશની જેમ જ Nita Ambaniએ પોતાના રોયલ લુક અને ફેશન સેન્સથી લોકોના દિલ જીતી લીધા હતા…
અનંત અને રાધિકાની આ પ્રિ વેડિંગ બેશની દરેક ઈવેન્ટમાં પોતાના લુકથી લોકોના દિલ જીતી લીધા હતા. પણ આપણે અહીં વાત કરવાના છીએ નીતા અંબાણીની ખાસ સાડી વિશે. અનંત અંબાણી અને રાધિકાના લગ્ન પ્રસંગમાં નીતા અંબાણીએ જે લાલ કલરની સાડી પહેરી હતી એમાં રાધિકા અને અનંતના નામના ઈનીશિયલ લેટર એટલે કે નામના પહેલાં અક્ષર પ્રિન્ટ કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આ જ રીતે મહેમાનોને મોકલવામાં આવેલા આમંત્રણ પત્રિકામાં પણ બંનેના નામના અક્ષર કળાત્મક રીતે લખવામાં આવ્યા હતા. વાત કરીએ નીતા અંબાણીની સાડી વિશે તો પાલવમાં ખૂબ જ સુંદર સ્કેલપ્ડ ભરતકામની બોર્ડર કરવામાં આવી હતી. આ બોર્ડર જ સાડીની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી હતી. સાડીની સાથે નીતા અંબાણીએ એમ્બ્રોઈડરીવાળું બ્લાઉઝ પહેર્યું હતું.
સુંદર સાડી સાથે નીતા અંબાણીએ જ્વેલરી પણ એકદમ કમાલની પહેરી હતી. મહારાની હાર, માંગ ટીકા સાથે તેમણે પોતાનો લૂક કમ્પલિટ કર્યો હતો. સ્મોકી આઈઝ, ન્યુડ લિપ્સ, ગજરા અને લાલ કલરના ચાંદલામાં નીતા અંબાણી રૂપ રૂપના અંબાર લાગી રહ્યા હતા.