Nita Ambaniના વોચ અને પર્સના કલેક્શનને ટક્કર મારે છે થાઈલેન્ડના PM Paetongtarn Shinawatra… | મુંબઈ સમાચાર
મનોરંજન

Nita Ambaniના વોચ અને પર્સના કલેક્શનને ટક્કર મારે છે થાઈલેન્ડના PM Paetongtarn Shinawatra…

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી છઠ્ઠા બિમ્સટેક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે થાઈલેન્ડના બે દિવસના પ્રવાસ પર પહોંચ્યા છે. થાઈલેન્ડના પ્રવાસ દરમિયાન પીએમ મોદી થાઈલેન્ડના પીએમ પેંટોગટાર્ન શિનાવાત્રા સાથે મુલાકાત કરશે. પેંટોગટાર્ન પોતાની રાજકીય કારકિર્દીને કારણે જ નહીં પણ અમીરીને કારણે પણ ચર્ચામાં રહે છે. એટલું જ નહીં એક રિપોર્ટમાં તો એવો દાવો પણ કરવામાં આવ્યો છે પેંટોગટાર્નનું પર્સ અને ઘડિયાળનું કલેક્શન કરોડોમાં છે અને તેમનું આ કલેક્શન નીતા અંબાણીને પણ ટક્કર મારે એવું છે.

હાલમાં પેંટોગટાર્ન શિનાવાત્રાની ઉંમર 38 વર્ષની છે અને 37 વર્ષની ઉંમરમાં તેમણે થાઈલેન્ડના પીએમની ખુરશી સંભાળી હતી. પેંટોગટાર્ન થાઈલેન્ડના ઈતિહાસની સૌથી યુવાન પીએમ છે. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં તેમણે પીએમ પદની જવાબદારી સ્વીકારી હતી અને ત્યારથી તેઓ પોતાની રાજકીય કારકિર્દી નહીં પણ અમીરીના કારણે પણ ચર્ચામાં રહે છે. પેંટોગટાર્નના પરિવારની ગણતરી થાઈલેન્ડના અમીર પરિવારોમાં કરવામાં આવે છે.

થાઈલેન્ડના પીએમ પેંટોગટાર્ન શિનાવાત્રાએ હાલમાં જ પોતાના સંપત્તિ વિશે ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમની પાસેથી 400 મિલિયન ડોલર્સ એટલે કે આશરે 3.4 હજાર કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. થાઈલેન્ડના પીએમની સંપત્તિમાં 217 ડિઝાઈનર હેન્ડબેગનો સમાવેશ થાય છે, જેની કિંમત 2 મિલિયન ડોલર્સ એટલે કે આશરે 17 કરોડ રૂપિયાથી વધુની છે. આ સિવાય તેમની પાસે 75 જેટલી લક્ઝુરિયસ વોચ છે જેની કિંમત પણ 5 મિલિયન ડોલર્સ એટલે કે આશરે 42 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. થાઈલેન્ડના પીએમ પેંટોગટાર્નનું આ કલેક્શન તો ભારતના ધનવાન પરિવારના લેડી બિગ બોસ નીતા અંબાણીને પણ ટક્કર આપે છે.

આ પણ વાંચો : પતિ અનંત અંબાણી સામે જ સસરા મુકેશ અંબાણી માટે Radhika Merchantએ કહી એવી વાત કે…

આ ઉપરાંત જો પેંટોગટાર્નના રોકાણ વિશે વાત કરીએ તો તેમની પાસે 3.1 લાખ ડોલર્સ એટલે કે 2.7 કરોડ રૂપિયા છે અને 29,052 ડોલર્સ એટલે કે આશરે 24 લાખ રૂપિયાની રોકડ અને જમા રાશિ છે. થાઈલેન્ડના પીએમ પાસે વિદેશોમાં પ્રોપર્ટી છે. પેંટોગટાર્ન પાસે લંડન અને જાપાનમાં પણ સારી એવી પ્રોપર્ટી છે.

ફોર્બ્સની યાદી અનુસાર પેંટોગટાર્નના પિતા થાકસિન શિનાવાત્રાની અંદાજિત સંપત્તિ 2.1 બિલિયન ડોલર છે. તેઓ થાઈલેન્ડના 10મા સૌથી ધનવાન વ્યક્તિ છે. થાકસિન એક સમયે માન્ચેસ્ટર સિટી ફૂટબોલ ક્લબના માલિક હતા.

Back to top button