Viral Video:… અને Nita Ambani પડતાં પડતાં બચી ગયા!
દુનિયાના ધનવાન પરિવારમાંથી એક એવો અંબાણી પરિવાર કંઈ પણ કરે લાઈમલાઈટમાં ચોક્કસ જ આવી જતો હોય છે. પરિવારનો દરેક સભ્ય હંમેશા બોડીગાર્ડ્સના ઘેરામાં જ જોવા મળતો હોય છે. હાલમાં જ નીતા અંબાણી (Nita Ambani)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં એમની સાથે કંઈક એવું બને છે કે નેટિઝન્સ પણ ચોંકી ઉઠ્યા હતા. આવો જોઈએ શું છે આ વાઈરલ વીડિયોમાં- નીતા અંબાણી 60 વર્ષેય પોતાની સુંદરતા અને એક્ટિવ લાઈફસ્ટાઈલથી દીકરી અને વહુઓને મ્હાત આપે છે. તેઓ બિઝનેસ સંભાળે છે, અલગ અલગ શહેરો કે દેશમાં યોજાતી ઈવેન્ટ્સમાં ભાગ લેવાની સાથે સાથે જ તેઓ બિઝનેસ મીટિંગ્સ વગેરે પણ હેન્ડલ કરે છે.
હાલમાં જ સોશિયલ મીડિયા પર નીતા અંબાણીનો એક વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેમણે સુંદલ લાલ સાડી પહેરી હતી. હર હંમેશની જેમ જ પોતાની સાદગીથી દિલ જીતી લેનાર નીતા અંબાણી હાથ જોડીને ઉપસ્થિત લોકોનું હાથ જોડીને અભિવાદન કરવા માટે આગળ વધે છે. પરંતુ જમીન પર પાથરવામાં આવેલી મેટમાં તેમનો પગ ફસાઈ જાય છે અને તેમના કદમ ડગમગી જાય છે. નીતા અંબાણીએ પોતાની જાતને એકદમ ગ્રેસફૂલી સંભાળવાનો પ્રયાસ કરે છે અને એમાં તેઓ સફળ પણ થાય છે.
Also read: અનંત રાધિકાના લગ્નમાં નીતા અંબાણીની ઉદારતાએ જીત્યા દિલ
નીતા અંબાણી ઓલમોસ્ટ પડતાં પડતાં બચી જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે અને નેટિઝન્સ તેના પર કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે આટલી ટાઈટ સિક્યોરિટી વચ્ચે પણ આવી ઘટના બની. પહેલાં પૂરતી તપાસ કરી લેવાની જરૂર હતી. બીજા એક યુઝરે લખ્યું કે માનવું પડશે, આટલી ઉંમરમાં પણ આટલું એક્ટિવ રહેવું એ સરળ વાત નથી. ત્રીજા એક યુઝરે લખ્યું કે ક્યારેક ક્યારેક આવી ઘટનાઓ બની જાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નીતા અંબાણી એક સફળ બિઝનેસવુમન હોવાની સાથે સાથે જ તેઓ આઈપીએલની ટીમનાં માલિક પણ છે અને થોડાક સમય પહેલાં જ તેઓ દુબઈમાં યોજાયેલા આઈપીએલ મેગા ઓક્શન-2025માં ભાગ લેવા પહોંચ્યા હતા. આ ઈવેન્ટમાં પણ નીતા અંબાણીનો લૂક અને તેમનો જુસ્સો-ઉત્સાહ ટોક ઓફ ધ ટાઉન બન્યા હતા.