આ મહિલાએ Nita Ambani જ નહીં પણ અનેક સેલિબ્રિટીઓના લૂક કર્યા છે સ્ટાઈલ, એક સેશનની ફી સાંભળશો તો…

દેશના સૌથી ધનવાન ઉદ્યોગપતિમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) અને તેમનો પરિવાર સતત તેમની વૈભવી લાઈફસ્ટાઈલ અને લક્ઝુરિયસ મોજશોખને કારણે ચર્ચામાં રહે છે. એમાં પણ ખાસ કરીને વાત કરીએ નીતા અંબાણી (Nita Ambani)ની તો નીતા અંબાણી પણ પોતાની સુંદર મોંઘીદાટ સાડીઓને કારણે વધારે ચર્ચામાં આવે છે, પરંતુ શું તમને ખબર છે કે નીતા અંબાણીને આટલી પિક્ચર પરફેક્ટ સાડીઓ કોણ પહેરાવે છે અને એના માટે કેટલી ફી વસૂલે છે? ચાલો તમને આ વિશે જણાવીએ-


સાડી પહેરવાની વાત આવે તો નીતા અંબાણીની પસંદ છે ડોલી જૈન (Dolly Jain). ડોલી જૈન એક સેલિબ્રિટી ડ્રેસ આર્ટિસ્ટ છે અને તે માત્ર અંબાણી પરિવાર જ નહીં પણ અનેક સેલેબ્સના લૂક સ્ટાઈલ કરી ચૂકી છે. ડોલી આશરે 325 સ્ટાઈલથી સાડી અને દુપટ્ટા ડ્રેપ કરી શકે છે અને આ જ કારણે તેનું નામ લિમ્કા બુક ઓપ રેકોર્ડમાં પણ નોંધવામાં આવ્યું છે.
ડોલી જૈન અનેક વખત નીતા અંબાણીને સાડી પહેરાવી ચૂકી છે. નીતા મુકેશ અંબાણી કલ્ચર સેન્ટરના લોન્ચ દરમિયાન પણ ડોલીએ જ નીતા અંબાણીની સાડી ડ્રેપિંગ કરી હતી. આ સિવાય તે શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ માટે પણ સાડી ડ્રેપિંગ કરી ચૂકી છે.
વાત કરીએ ડોલી જૈનની ફીની તો ડોલી જૈન પોતાના દરેક સેશન માટે મસમોટી રકમ ચાર્જ કરે છે. એક રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર ડોલી સાડી ડ્રેપિંગના એક સેશન માટે 35,000 રૂપિયાથી લઈને આશરે બે લાખ રૂપિયા સુધીની ફી ચાર્જ કરે છે. રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની સદગાઈના ફંક્શનમાં ડોલીએ જ રાધિકાના લહેંગાની સ્ટાઈલિંગ કરી હતી.
ભાઈસાબ આ તો અંબાણી પરિવારની મહિલાઓ છે અને એમના મોંઘા-મોંઘા શોખની તો કંઈ વાત થતી હોય?