મનિષ મલ્હોત્રાની ઈવેન્ટમાં Nita Ambaniની હિસ્સાની લાઈમલાઈટ કોણે ચોરી લીધી?
ભારત જ નહીં પણ દુનિયાના ધનવાન ઉદ્યોગપતિમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani)ના પત્ની નીતા અંબાણી (Nita Ambani) પોતાની સ્ટાઈલ સ્ટેટમેન્ટથી હંમેશા જ લાઈમલાઈટ ચોરી લેતા હોય છે. હાલમાં જ નીતા અંબાણી એક ઈવેન્ટમાં પહોંચ્યા હતા જ્યાં તેમણે પેરેટ ગ્રીન કલરની સાડી સાથે સુંદર બ્લાઉઝ પહેરીને લાઈમલાઈટ લૂંટી લીધી હતી.
પરંતુ આ વખતે ફોર એ ચેન્જ નીતા અંબાણીને ટક્કકર આપી હતી વીતેલાં જમાનાની એવરગ્રની અદાકારા રેખા (Rekha)જીએ. રેખાજી અને નીતા અંબાણીનો સાથે ઉભેલો ફોટો વાઈરલ થઈ રહ્યો છે જેમાં બંને ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે, એટલું જ નહીં પણ બંનેએ આ પ્રસંગે ખૂબ જ ખાસ સાડી પણ પહેરી હતી. આવો જોઈએ શું છે ખાસ આ સાડીમાં….
નીતા અંબાણી કોઈ પણ ઈવેન્ટમાં જાય ત્યાં તેઓ પોતાની યુનિક ફેશન સેન્સથી લોકોનું દિલ જિતી લીધા હોય છે. હાલમાં જ જિયો વર્લ્ડ પ્લાઝામાં મનિષ મલ્હોત્રાના સ્ટોરના ઈનોગ્રેશન ફંક્શનમાં પહોંચ્યા હતા અને આ સમયે નીતા અંબાણી મનિષ મલ્હોત્રા દ્વારા જ ડિઝાઈન કરવામાં આવેલી નિયોન ગ્રીન કલરની સાડી પહેરી હતી. આ સાડી સાથે તેમણે ફૂલ સ્લીવ્ઝવાળો લેસ બ્લાઉઝ પહેર્યો હતો અને એના પર વ્હાઈટ થ્રી-ડી ફ્લાવર્ બનાવવામાં આવ્યા છે. જ્વેલરીની વાત કરીએ તો તેમણે મોટા ડાયમંડના ઈયરરિંગ્સ અને વીંટી પહેરી હતી અને નાનકડી હર્મીસની કેલી મિની બેગ પણ કેરી કરી હતી..
નીતા અંબાણીની સાથે સાથે રેખા પણ હર હંમેશની જેમ જ પોતાના ખાસ અંદાજમાં જોવા મળ્યા હતા. રેખાએ આ ઈવેન્ટ માટે ફૂલ સ્લીવ્ઝ શાઈનિંગવાળો બ્લાઉઝની સાથે બેજ કલરની સાડી પહેરી હતી. આ સાડી સાથે ભારેભરખમ કાનના ઈયરરિંગ્સ અને બંગડીઓ પહેરી હતી. સાડી સાથે મેચિંગ પોટલી બેગ કેરી કરીને તેમણે પોતાનો લૂક કમ્પલિટ કર્યો હતો.
સોશિયલ મીડિયા પર રેખા અને નીતા અંબાણીનો વીડિયો અને ફોટો વાઈરલ થઈ રહ્યા છે અને યુઝર્સ નક્કી નહોતા કરી શક્યા કે કોણ કોના પર ભારે પડ્યું હતું. તમે પણ જોઈ જ લો બંનેનો લૂક…