લાલ કલરના પટોળા અને ખાસ બ્લાઉઝ પહેરીને Nita Ambaniએ પડ્યો વટ્ટ…
ઉદ્યોગપતિ Mukesh Ambani અને Nita Ambani આખા અંબાણી પરિવાર સાથે પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં આવતા જ રહે છે. એમાં પણ ખાસ કરીને વાત કરીએ નીતા અંબાણીની તો તેઓ પોતાની ફેશન સેન્સથી લોકોનું દિલ ખૂબ જ સરળતાથી જિતી લે છે. હાલમાં જ લાલ સાડીમાં નીતા અંબાણી પતિ મુકેશ અંબાણી સાથે જોવા મળ્યા હતા અને એ સમયે બધાની નજર એમના પર ટકી ગઈ હતી. લાલ કલરની સાડીમાં નીતા અંબાણીનો ઠસ્સો એકદમ જોવાલાયક હતો. એમાં પણ સૌથી વધુ ચર્ચા તો નીતા અંબાણીએ પહેરેલા બ્લાઉઝની ચર્ચા થઈ રહી છે. આવો જોઈએ શું ખાસ હતું-
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે નીતા અંબાણી કારથી નીચે ઉતરી રહ્યા છે અને મુકેશ અંબાણીનો હાથ થામીને તેઓ ઈવેન્ટમાં પહોંચે છે. આ દરમિયાન તેમણે એકદમ ગુજરાતી લૂક કેરી કર્યો છે. પરંપરાગત લાલ કલરના પટોળામાં નીતા અંબાણી એકદમ લાજવાબ લાગી રહ્યા હતા. પરંતુ બધાની નજર એમના પટોળા પર ચોંટી ગઈ હતી. આ ઈવેન્ટ માટે નીતા અંબાણીએ ખાસ બ્લાઉઝ પહેર્યું હતું, જે ફંક્શનની થીમ પ્રમાણેનું હતું.
આ પણ વાંચો : પરિવારની નવી વહુ Radhika Merchant માટે આ શું બોલ્યા Nita Ambani?
ગુજરાતી સાડી પહેરીને નીતા અંબાણીએ બ્લાઉઝની બેક સાઈડ ફ્લોન્ટ કરી હતી. બ્લાઉઝની બેક સાઈડ પર ખૂબ જ સુંદર પેઈન્ટિંગ બનાવવામાં આવી છે અને આ પેઈન્ટિંગ રાધા-કૃષ્ણની છે. આ પેઈન્ટિંગને કારણે જ નીતા અંબાણીનો લૂક વધારે એલિગન્ટ લાગતો હતો. આ લૂક સાથે નીતા અંબાણીએ સ્લીક બન અને હેવી જ્વેલરીની સાથે કમ્પલિટ કર્યું હતું. પોટલી બેગમાં નીતા અંબાણી એકદમ બ્યુટીફૂલ લાગી રહ્યા હતા હર હંમેશની જેમ જ.
અત્રે ઉલ્લેખનીય છે કે નીતા અંબાણી અને મુકેશ અંબાણી ભગવાન કૃષ્ણના જીવન પર આધારિત કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ કાર્યક્રમ બીકેસી ખાતે આવેલા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે યોજાયો હતો. આ ઈવેન્ટમાં બોલીવૂડના અનેક સેલેબ્સ પણ પહોંચ્યા હતા. નીતા અંબાણીએ પેપ્ઝને એડવાન્સમાં જ ગણેશચતુર્થીની શુભેચ્છા આપી હતી.