Anant-Radhikaના લગ્ન પર થયેલાં હજારોના ખર્ચ બાબતે Nita Ambaniએ કહી એવી વાત કે…

અંબાણી પરિવાર (Ambani Family)ની ગણતરી દુનિયાના સૌથી ધનવાન પરિવારોમાં કરવામાં આવે છે અને આ પરિવાર દરરોજ પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ સિવાય કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે જ છે. 2024માં જ મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણી (Nita Ambani)એ પોતાના નાના દીકરા અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ના લગ્ન ધામધૂમથી કરાવ્યા હતા. આ લગ્નની નોંધ ભારત જ નહીં પણ દુનિયાભરમાં લેવામાં હતી. આ લગ્ન એટલા આલાગ્રાન્ડ હતા કે તેમાં કરાયેલા હજારો કરોડ રૂપિયા ખર્ચ પર ઉઠાવવામાં આવેલા સવાલ મુદ્દે હવે નીતા અંબાણીએ મૌન તોડ્યું છે. આવો જોઈએ શું કહ્યું નીતા આંબાણીએ-

આ પણ વાંચો: Viral Video: આનંદ પિરામલે નીતા અંબાણી અને મુકેશ અંબાણી સામે જ ઈશા સાથે કર્યું એવું વર્તન કે…
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્ન અને પ્રિ-વેડિંગ ફંક્શન પણ એટલા જ ધામધૂમથી કરવામાં આવ્યા હતા. મુંબઈમાં જ ત્રણ દિવસ સુધી આ લગ્નની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દેશ-દુનિયામાંથી મહેમાનોએ હાજરી આપી હતી. આ લગ્નમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો જેના પર લોકોએ સવાલ ઉઠાવ્યા હતા. આ તમામ સવાલોના જવાબ નીતા અંબાણીએ આપ્યા છે.

નીતા અંબાણીએ આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે દરેક માતા-પિતા તેમના સંતાનો માટે જે પણ હોય એ બેસ્ટ જ ઈચ્છે છે. પોતાના સંતાનોના લગ્નને લઈને માતા-પિતાના સપના હોય છે. હું ખુશ છું કે મારા દીકરાના લગ્ન અમે લોકોએ સંપૂર્ણ પરંપરા, ભારતીય સંસ્કૃતિને અનુસરીને કરાવ્યા છે અને અમને આવું કરવાની તક મળી.
આ પણ વાંચો: Viral Video: નીતા અંબાણીએ જાહેરમાં વહુ Radhika Merchant સાથે કર્યું કંઈક એવું કે, નેટિઝન્સે કહ્યું સાસુ તો…
તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે અનંતચ અને રાધિકાને જ્યારે લગ્નના દિવસે એક સાથે જોયા ત્યારે આખા પરિવારને ગર્વની લાગણી અનુભવાઈ. અનંત ખૂબ જ નાની વયથી પોતાના હેલ્થ કોમ્પ્લિકેશનનો સામનો કરી રહ્યો છે અને હવે રાધિકા તેને એમાં સપોર્ટ કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અનંત અને રાધિકાના લગ્ન પહેલાં જામનગર અને ઈટલી ખાતે ક્રૂઝ પાર્ટી પર ગ્રાન્ડ પ્રિ-વેડિંગ ફંક્શનનું આયોજન કર્યું હતું જેમાં બોલીવૂડ-હોલિવૂડ સહિત તમામ નામી હસ્તીઓએ હાજરી આપી હતી.