મનોરંજન

પહેલાં બાંધણી અને હવે સોના-ચાંદીના દોરાથી બનેલી સાડી પહેરીને નીતા અંબાણીએ…

અંબાણી પરિવારના લેડી બોસ તરીકે ઓળખાતા નીતા અંબાણી (Nita Ambani)ઓનો સાડી માટેનો પ્રેમ તો જગજાહેર છે. વાત કરીએ તેમના સાડીઓના કલેક્શનની તો દરેક માનુની માટે નીતા અંબાણીનું સાડી કલેક્શન ડ્રીમ કલેક્શન છે. કોઈ પણ ઈવેન્ટ હોય નીતા અંબાણી પોતાની ફેશન અને સ્ટાઈલથી લોકોનું ધ્યાન ખેંચી જ લે છે. હાલમાં જ નીતા અંબાણીએ ટેબલ ટેનિસ પ્લેયર મુદિત દાનીના લગ્નમાં બાંધણીની સાડી પહેરીને લાઈમલાઈટ લૂંટી લીધી હતી અને હવે ફરી એક વખત તેમનો નવો સાડી લૂક સામે આવ્યો છે અને હર હંમેશની જેમ નીતા અંબાણીએ પોતાના લૂકથી લોકોના દિલ જિતી લીધા હતા…

સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ મિકી કોન્ટ્રાક્ટરે હાલમાં જ નીતા અંબાણીના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ ફોટોમાં નીતા અંબાણીએ નેવી બ્લ્યુ કલરની જ્યોર્જેટ સાડી પહેરી છે. નીતા અંબાણી આ સિમ્પલ પ્લેન બ્લ્યુ જ્યોર્જેટ સાડી પર ગોલ્ડ અને સિલ્વર દોરાથી કરવામાં આવેલું વર્કે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવવાનું કામ કર્યું હતું. આ સાડી પર ફ્લોરલ મોટિફ્સવાળી બોર્ડરથી સુંદર કોન્ટ્રાસ્ટ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: નીતા અંબાણી અચાનક પહોંચ્યા ન્યૂયોર્કની આ ખાસ રેસ્ટોરાં, અને પછી…

નીતા અંબાણીએ આ હેન્ડ ક્રાફ્ટેડ સાડી સાથે ચેક્સ પેટર્નવાળા બ્રોકેડ બ્લાઉઝ સાથે પેયર કર્યું હતું. આ બ્લાઉઝે નીતા અંબાણીના લૂકને એલિવેટ કરવાનું કામ કર્યું હતું. પોતાના લૂકને સિંપલ રાખતા નીતા અંબાણીએ મિનીમલ મેકઅપ કર્યો હતો. હેર સ્ટાઈલમાં તેમણે સાઈડ પાર્ટિંગ કરીને પોતાના વાળના ખુલ્લા રાખ્યા હતા.

જ્વેલરીની વાત કરીએ તો નીતા અંબાણીએ કાનમાં ડાયમંડ સ્ટડ્સ, પાતળી ચેન સાથે લોકેટ અને હાથમાં ડાયમંડ બ્રેસલેટ અને રિંગ પહેરી હતી. પોતાના ટ્રેડિશનલ લૂકને કમ્પલિટ કરવા માટે નીતા અંબાણીએ નેવી બ્લ્યુ કલરનો ચાંદલો પણ કર્યો હતો.

આ પણ વાંચો: કરોડોના માલિક નીતા અંબાણીની નવી ડાયમંડ જ્વેલરી જોઈ કે? જોશો તો…

નીતા અંબાણીનો આ લૂક સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. ફેન્સ તેમના લૂકને જોઈને તેમના વખાણ કરતાં નથી થાકી રહ્યા. તમે પણ નીતા અંબાણીનો આ વાઈરલ લૂક ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button