Mukesh Ambani નહીં આ કોની સાથે દાંડિયા રમતા જોવા મળ્યા Nita Ambani?

Mukesh Ambaniની ગણતરી દુનિયાના ધનવાન પરિવારોમાં કરવામાં આવે છે અને અંબાણી પરિવારના દરેક સભ્ય વિશેની તમામ ઝીણામાં ઝીણી બાબતો જાણવામાં રસ હોય છે. હાલમાં જ નીતા અંબાણીએ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કુલમાં નવલા નોરતાની ઊજવણી કરી હતી. એટલું જ નહીં તેમણે આ ઊજવણી દરમિયાન નીતા અંબાણી મુકેશ અંબાણીને છોડીને કોઈ બીજા જ ખાસ મહેમાન સાથે દાંડિયા રમતાં પણ જોવા મળ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ કોણ છે આ ખાસ વ્યક્તિ અને આ જોઈને મુકેશ અંબાણીનું શું રિએક્શન આવે છે-
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં નીતા અંબાણી પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સાથે વીડિયો સામે આવ્યો છે, જેમાં નીતા અંબાણી તેની નવી વહુ રાધિકા મર્ચન્ટ અને પુત્ર અનંત અંબાણી સાથે માતા અંબેની પૂજા અને સ્તુતિ કરતા જોવા મળે છે. નીતા અંબાણી અને ઈશા અંબાણી પણ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં બાળકો સાથે દાંડિયા રમતા જોવા મળ્યા હતા, જેની તસવીરો વાયરલ થઈ હતી. તેના પૌત્ર પૃથ્વીરાજ અંબાણી સિવાય તે નીતા અને કરીના-સૈફના પુત્ર જેહ સાથે પણ સ્કૂલમાં મસ્તી કરતી જોવા મળી હતી.
આ પણ વાંચો : ભારેભરખમ મીનાકારીવાળી જ્વેલરી, નીતા અંબાણી પર આ રીતે ભારે પડી નાની વહુ રાધિકા મર્ચન્ટ…
નવરાત્રીના શુભ અવસરની ઉજવણીમાં રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી સાથેનો નીતા અંબાણીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં ત્રણે જણ માતાની ભક્તિમાં લીન દેખાઈ રહ્યા છે. આ સમયે નીતા અંબાણીએ લાલ રંગનો શરારા સૂટ પહેર્યો હતો, જેના ગોલ્ડન વર્ક કરવામાં આવ્યું છે. બીજી બાજું વહુ રાધિકા મર્ચન્ટે રાણી કલરનો કલરનો શરારા પહેર્યો હતો. લગ્ન બાગ રાધિકા અને અનંતની આ પહેલી જ નવરાત્રિ છે. નીતા અંબાણીએ મમ્મી પુનમ દલાલ સાથે પૂજા-આરતી કરી હતી.
પૂજા-આરતી બાદ નીતા અંબાણી દીકરી ઈશા અંબાણી સાથે સ્કુલમાં ગરબા અને દાંડિયા રમતાં જોવા મળ્યા હતા. વાઈરલ થઈ રહેલાં વીડિયો અને ફોટોમાં નીતા અંબાણી બાળકો સાથે દાંડિયા રમતાં જોવા મળ્યા હતા અને આ સમયે તેમનો ગ્રાન્ડસન હતી અને આ દરમિયાન તેમનો પૌત્ર પૃથ્વી પણ હાજર હતો. નીતા અંબાણી કરીના કપૂર અને સૈફ અલી ખાનના દીકરા જેહ સાથે ગરબા-દાંડિયા રમતો જોવા મળ્યા હતા.