મનોરંજન

Nita Ambani-Mukesh Ambaniની 40મી એનિવર્સરી, પણ ચર્ચા તો થઈ આ ખાસ વસ્તુની…

અંબાણી પરિવારની ધરોહર સમાન મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણી (Nita Ambani) ની લવ સ્ટોરી તો એકદમ ફિલ્મી છે જ પરંતુ એની સાથે સાથે એકબીજા પ્રત્યેના સમર્પણની તેમની ભાવના પણ એકદમ કાબિલેદાદ છે. બંને જણ વચ્ચેનું સ્ટ્રોન્ગ બોન્ડિંગ, કેમેસ્ટ્રી અવારનવાર ઈવેન્ટ્સમાં જોવા મળતી હોય છે.

Also read: રિજેક્શનને પોતાની પ્રેરણા બનાવી સફળતા મેળવી હતી ‘આ’ અભિનેત્રીએ

આજે આ બધી વાત કરવાનું કારણ એટલું જ ક નીતા અંબાણી અને મુકેશ અંબાણીના લગ્નને 40 વર્ષ પૂરા થઈ ગયા છે અને અંબાણી પરિવારે આ ખાસ પ્રસંગની ઉજવણી પણ એકદમ શાનદાર રીતે કરી હતી, જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.

Also read: 60 વર્ષે આ અભિનેતા જીવનમાં થઈ ગર્લફ્રેન્ડની એન્ટ્રી, પરિણીત દીકરીના મનમાં…

નીતા અંબાણી અને મુકેશ અંબાણી એકબીજા સાથે 40 વર્ષની સફર પૂરી કરીને યંગ કપલ્સ સામે કપલ ગોલ સેટ કર્યો છે. હાલમાં જ આ ખાસ પ્રસંગની ઉજવણી માટે અંબાણી પરિવાર દ્વારા એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાણી પરિવારની ઈવેન્ટ હોય અને એમાં કોઈ ખાસ અટ્રેક્શન ના હોય એવું તો કેમ બને? આ ઈવેન્ટ માટે ખાસ હતું તેનું કેક. નીતા અંબાણી અને મુકેશ અંબાણીની એનીવર્સરી પર આ ખાસ થીમવાળો કેક મુંબઈની જ એક પેસ્ટ્રી શોપ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.

ઈન્સ્ટાગ્રામ પર આ કેકનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે અને મુકેશ અંબાણી અને નીતા અંબાણીની એનિવર્સરી માટે ખાસ વનતારાની થીમ પર આધારિત આ સુંદર પિંક અને ગોલ્ડ ટિયર કેક ડિઝાઈન કરવામાં આવ્યો હતો. સિક્સ ટિયરવાળા આ કેક પર અલગ અલગ એનિમલ્સના ફિગર તૈયાર કરવામાં આવ્યા હતા અને ટોપ પર ગોલ્ડ લીવ્ઝ અને હાથી ડિઝાઈન કરવામાં આવ્યા છે.

આ હાથીઓએ એક સાઈન પકડ્યું છે જેના પર લખ્યું છે હેપ્પી એનિવર્સરી ડિયર નીતા અને મુકેશ… આ કેક 30 કિલો કરતાં વધુ વજનનો હતો અને રિલાયન્સ દ્વારા વનતારાથી પ્રેરિત થઈને આ કેક બનાવવાનું જણાવ્યું હતું. આ કેક આમ તો વ્હાઈટ અને ગોલ્ડ કલરમાં બનાવવાનો આઈડિયા હતો, પણ નીતા અંબાણીને પિંક કલર પસંદ છે એટલે કેકમાં પિંક કલર એડ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે નીતા અંબાણી અને મુકેશ અંબાણીના લગ્ન 8મી માર્ચ, 1985માં થયા હતા અને આ વર્ષે તેમના લગ્નને 40 વર્ષ પૂરા થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button