60 વર્ષે નીતા અંબાણીએ મ્હાત આપી રૂપિયા 830 કરોડની માલકિનને, અંબાણી પરિવાર સાથે છે ખાસ સંબંધ…

દેશના ધનવાન પરિવારમાં જેમની ગણતરી કરવામાં આવે છે એવા અંબાણી પરિવારનો દરેક સદસ્ય પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહેતો હોય છે અને એમાં પણ ખાસ કરીને નીતા અંબાણીની સ્ટાઈલ અને સુંદરતાની સામે તો બોલીવૂડ એક્ટ્રેસ પણ પાણી ભરે છે.
હાલમાં જ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે નીતા અંબાણી આર્યન ખાનની ડેબ્યુ સીરિઝ ધ બેડ્સ ઓફ બોલીવૂડના પ્રીમિયર પર પહોંચ્યા હતા. હંમેશની જેમ જ નીતા અંબાણી 830 કરોડની માલકિન અને સગી દીકરી ઈશા અંબાણીને પોતાના લૂકથી ટક્કર આપી હતી. આવો જોઈએ શું છે આ વીડિયોમાં-
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે નીતા અંબાણીએ હર હંમેશની જેમ જ સાડી પહેરીને લાઈમલાઈટ લૂંટી લીધી હતી. આ ઈવેન્ટ માટે નીતા અંબાણીએ મનિષ મલ્હોત્રાએ ડિઝાઈન કરેલી સાડી પહેરી હતી. સાડી સાથે સુંદર ડિઝાઈનર બ્લાઉઝ, અને ડાયમંડ ચોકરે તેમની સુંદરતામાં ચાર ચાંદ લગાવ્યા હતા. જેડ ગ્રીન લેમે સાડી દેખાવમાં ખૂબ જ સુંદર હતી.
જ્વેલરીની વાત કરીએ તો નીતા અંબાણીએ આ સાડી સાથે ખૂબ જ સ્ટનિંગ યુનિક નેકપીસ પહેરીને પહોંચ્યા હતા. તેમણે પેરાઈબા જેમ સ્ટોનથી સજેલો નેકપીસ પહેર્યો હતો, જે એક રેર સ્ટોન છે અને પોતાની બ્લ્યુ અને લીલી શાઈનિંગ માટે જાણીતો છે. હાર્ટ શેપ ડાયમંડથી બનેલા આ નેકપીસ પર પેરાઈબા જેમસ્ટોનવાળું ફ્લાવર અટેચ કરવામાં આવ્યું હતું. સુંદર જ્વેલરી સાથે નીતા અંબાણીએ દીકરી ઈશા અંબાણીની હાર્ટશેપવાળી મોટી ડાયમંડ રિંગ પહેરી હતી.
હવે વાત કરીએ 830 કરોડના સામ્રાજ્યની માલકિન ઈશા અંબાણીની વાત કરીએ તો ઈશા અંબાણી પણ આ પ્રીમિયર પર પહોંચી હતી. આ સમયે ઈશા અંબાણીએ સુંદર વ્હાઈટ કલરનો આઉટફિટ પહેર્યો હતો. ઈશા અંબાણીએ આ ઈવેન્ટમાં બચ્ચન પરિવારની લાડકવાયી નવ્યા નવેલી નંદા સાથે એન્ટ્રી લીધી હતી. નવ્યા અને ઈશા બંનેની ફેશન સ્ટાઈલ અલગ અલગ હતી, પરંતુ સાથે બંને ખૂબ જ સુંદર લાગી રહી હતી.
ઈશા અંબાણીના આઉટફિટની વાત કરીએ તો તેણે લંડનના ફેશનેબલ લેબલ જ્યોર્જિયા હાર્ડિંગેની સ્પાઈરલ આઈવરી લેસ ડ્રેસ પહેર્યો હતો અને એની કિંમત 64,000 રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. આ સ્લીવલેસ ડ્રેસને રફલ ડિટેઈલિંગ સાથે સજાવવામાં આવ્યો છે અને એનાથી વેસ્ટ પર બનેલી શેલ્સ જેવી ડિઝાઈન વધારે સુંદર લાગી રહી છે.
જો વાત કરીએ નીતા અંબાણી અને ઈશા અંબાણીના લૂકની સરખામણીની તો ઈશા અંબાણીના લૂક પર નીતા અંબાણીનો લૂક ભારે પડ્યો હતો અને નેટિઝન્સ તેમના વખાણ કરતાં થાકી નથી રહ્યા.
આ પણ વાંચો…અમેરિકા-ઈન્ડિયા ટેન્શન વચ્ચે નીતા અંબાણી-મુકેશ અંબાણીએ લીધું મહત્ત્વનું પગલું?