Nita Ambaniએ આ કોનો લૂક કોપી કર્યો, સાડી છોડી પહેર્યો બ્લેક ગાઉન, ડાયમંડ ટિયારા… | મુંબઈ સમાચાર
મનોરંજન

Nita Ambaniએ આ કોનો લૂક કોપી કર્યો, સાડી છોડી પહેર્યો બ્લેક ગાઉન, ડાયમંડ ટિયારા…

દુનિયાના ધનવાન પરિવારમાંથી એક એવા અંબાણી પરિવારે હાલમાં જ હેલોવીન પાર્ટી થ્રો કરી હતી, જેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. જોકે, આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર પરિવારના લેડી બોસ નીતા અંબાણી (Nita Ambani)એ બી-ટાઉનની હસીનાઓને પાછળ છોડીને પોતાના લૂકથી લાઈમલાઈટ લૂંટી લીધી હતી. હંમેશા સાડીમાં દેખાતા નીતા અંબાણીએ બ્લેક ગાઉન અને ડાયમંડ ટિયારા પહેરીને પાર્ટીમાં છવાઈ ગયા હતા.

અંબાણી પરિવાર કોઈ પણ તહેવાર હોય કે બર્થડે પાર્ટી હોયે કે પછી કોઈ ફેમિલી ફંક્શન… સેલિબ્રેશનમાં અંબાણી પરિવારનો કોઈ જવાબ નથી. 31મી ઓક્ટોબરના અંબાણી પરિવારે હેલોવીન પાર્ટી થ્રો કરી હતી, જેમાં અનેક સેલેબ્સે હાજરી આપી હતી. જોકે, તેમ છતાં લાઈમલાઈટ તો 60 વર્ષીય નીતા અંબાણીએ લૂંટી લીધી હતી.

આ પણ વાંચો : કોણ શું બનીને આવ્યું ને કેવું લાગતું હતુંઃ જૂઓ બોલીવૂડની હેલોવીન પાર્ટીનો વાયરલ વીડિયો

હંમેશા ટ્રેડિશનલ અને સાડીમાં જોવા મળતાં નીતા અંબાણીએ પોતાના સ્ટાઈલિશ લૂકથી લોકોને ચોંકાવી દીધા હતા અને નીતા અંબાણીનો લૂક વાઈરલ થઈ રહ્યો છે. નીતા અંબાણીએ આ પાર્ટી માટે હોલીવૂડની આઈકોનિક એક્ટ્રેસ ઓડ્રે હેપબર્નના લૂકને રિક્રિયેટ કર્યો હતો. તેમણે ઓફ શોલ્ડર, બેકલેસ ગાઉન પહેક્યો હતો. 1961માં આવેલી ફિલ્મ બ્રેકફાસ્ટ એટ ટિફનીઝમાં એક્ટ્રેસનો આ લૂક જોવા મળ્યો હતો. નીતા અંબાણીના આ ક્લાસિક લૂકના વખાણ થઈ રહ્યા છે.

નીતા અંબાણીના આ મોર્ડન લૂકની સાથે નીતા અંબાણીએ આ વખતે લેયર્ડ પર્લ નેકલેસ અને ડાયમંડ પેન્ડન્ટથી પોતાના લૂકને કમ્પલિટ કર્યો હતો. જેને તેમણે બેક સાઈડમાં ડ્રોપ સ્ટાઈલથી સજાવ્યો હતો. આ તેમના લૂકની ખાસ હાઈલાઈટ હતી. હેરસ્ટાઈલની વાત કરીએ તો નીતા અંબાણીએ ફ્રેન્ચ બન સાથે ફ્રિંજ કટ કર્યો હતો અને ડાયમંડનો ટિયારા સ્ટાઈલ કર્યો હતો. ઓરીએ આ પાર્ટીનો વીડિયો પોતાના એકાઉન્ટ પર શેર કર્યો હતો.

શ્લોકા અંબાણીની વાત કરીએ તો શ્લોકા મહેતા પણ આ પાર્ટીમાં એકદમ અલગ અંદાજમાં જોવા મળી હતી. શ્લોકા આ પાર્ટીમાં ધ એડમ્સ ફેમિલી શોના ગોમેઝ એડમ્સ અને મોર્ટિસિયા એડમ્સના રૂપમાં જોવા મળી હતી. શ્લોકા આ સમયે બ્લેક કલરના ગાઉનમાં જોવા મળી હતી અને તેણે ક્રિસ્ટલનો સ્ટેક્ડ બ્રેસલેટ અને ગુલાબના બૂકે સાથે પોતાના લૂકને કમ્પલિટ કર્યો હતો. વિંગ્ડ આઈલાઈનર, કાજલ, ડાર્ક આઈબ્રો, મસ્કારા, બ્લશ, બેંગની પિંક લિપ શેડ અને હાઈલાઈટર સાથે ગ્લેમરસ મેકઅપ કર્યો હતો.

આકાશ અંબાણી બ્લેક રંગનો ડબલ બ્રેસ્ટેડ બ્લેઝર અને સફેદ પિનસ્ટ્રાઈપ પેટર્નવાળો પેન્સ સેટ પહેર્યો હતો. જેકેટને એક સફેદ, બટન ડાઉન શર્ટની સાથે સ્ટાઈલ કર્યો હતો. હાથમાં લાકડી અને મૂંછમાં આકાશ એકદમ અલગ લાગી રહ્યો હતો. આકાશે પણ પોતાના લૂકથી લાઈમલાઈટ લૂંટી લીધી હતી. તમે પણ વાઈરલ વીડિયો ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button