અનંત રાધિકાના લગ્નમાં નીતા અંબાણીની ઉદારતાએ જીત્યા દિલ

અબજોપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને હવે માત્ર એક દિવસ બાકી રહ્યો છે. અનંતના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે 12 જુલાઈએ મુંબઈના BKCમાં થવાના છે. આવતી કાલે બંને સાત ફેરા લઈને જીવનની નવી સફર શરૂ કરશે. લગ્ન પહેલા અંબાણી પરિવારે એન્ટિલિયામાં અનંત અને રાધિકા માટે શિવ શક્તિ પૂજાનું આયોજન કર્યું હતું .
આ ઉપરાંત ગઈકાલે મહેંદી સરેમની પણ સેલિબ્રેટ કરવામાં આવી હતી, જેમાં ઘણા મોટા સ્ટાર્સ હાજરી આપતા જોવા મળ્યા હતા આ દરમિયાન નીતા અંબાણી ત્યાં હાજર રહેલા પાપારાઝીઓ પાસે ગયા હતા અને તેમને જય શ્રી કૃષ્ણ કહીને તેમની સાથે વાતચીત કરી હતી. નીતા અંબાણીએ તેમની તબિયત વિશે પણ પૂછપરછ કરી હતી.
તેમણે હાથ જોડીને તમામ પેપ્સનું સ્વાગત કર્યું હતું અને પછી તેમણે તેમને જણાવ્યું હતું કે, ‘ઘરમાં હમણાં જ પૂજા થઈ છે અને હું તમારા બધા માટે પ્રસાદ મોકલું છું જે તમે ગ્રહણ કરશો.’ નીતા અંબાણીએ વરસાદમાં પણ ઇવેન્ટ કવર કરી રહેલા અને ફોટા પાડી રહેલા ફોટોગ્રાફર્સનો પણ આભાર માન્યો હતો. તેમની આવી ઉદારતા જોઈને માત્ર પાપારાઝી જ નહીં પરંતુ તમામ ચાહકો પણ ખુશ થઈ ગયા છે.
લોકો કહે છે કે તેમના પુત્રના લગ્નમાં અતિ વ્યસ્ત હોવા છતાં પણ નીતા અંબાણીએ જે રીતે વ્યક્તિગત રીતે પાપારાઝીઓની ખબર પૂછવા માટે સમય કાઢ્યો અને બહાર આવ્યા અને તેમને પ્રસાદ ઓફર કર્યો તે પ્રશંસનીય છે. નીતા અંબાણીની નમ્રતા અને ખાનદાની સમજાવે છે કે શા માટે તે વિશ્વના સૌથી સફળ બિઝનેસવુમન છે.
Also Read –