Radhika Merchantને ટક્કર આપી આ આઉફિટમાં છવાયા Nita Ambani, કિંમત એટલી કે…
રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેયરમેન નીતા અંબાણી (Nita Ambani) અવારનવાર પોતાની સ્ટાઈલ સ્ટેટમેન્ટને કારણે ચર્ચામાં રહે છે. 60ની ઉંમરમાં નીતા અંબાણી પોતાની વહુઓ, દીકરીની સાથે સાથે બી-ટાઉનની એક્ટ્રેસને પણ ટક્કર આપે છે. હાલમાં જ અંબાણી પરિવારે પોતાના મિત્રો અને પરિવારના લોકોની હાજરીમાં નવા વર્ષની ઉજવણી કરી હતી અને આ વખતે પણ નીતા અંબાણીનો લૂક એકદમ હટકે હતો, જેની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. નીતા અંબાણીએ આ સમયે સ્ટનિંગ ગોલ્ડન કાફ્તાન ગાઉન પહેર્યો હતો અને એની કિંમત સાંભળીને તમારા હોંશ ઉડી જશે.
નીતા અંબાણીનો આ ન્યૂ યર લૂક એક ટ્રેન્ડ સેન્ટર હતો અને તેમણે પોતાના ડ્રેસ માટે રિચ ડાર્ક ગોલ્ડન શેડ પિક કર્યો હતો, જે પાર્ટી માટે એકદમ પરફેક્ટ હતો. આ આઉટફિટ નોર્મલ ગાઉનથી એકદમ હટકે હતો. આ એક કફ્તાન સ્ટાઈલ ગાઉન છે જે કમ્ફર્ટ અને સ્ટાઈલનું પરફેક્ટ કોમ્બિનેશન હતું. શાનદાર મૂસલીન ફેબ્રિકથી બનેલો આ ગાઉન પર સુંદર ડેલિકેટ પ્લીટ્સ ડિઝાઈન કરવામાં આવી છે. તેની નેકલાઈન પર નેટ ફેબ્રિક અને ક્રિસ્ટલ્સનું વર્ક કરવામાં આવ્યું હતું.
વાત કરીએ નીતા અંબાણીના આ સુંદર સોનપરી લૂકવાળા ગાઉનની કિંમત વિશે વાત કરીએ તો એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર આ આઉટફિટની કિંમત 1,797 ડોલર એટલે કે આશરે 1.54 લાખ રૂપિયા જેટલી છે. બીજા કેટલાક રિપોર્ટમાં આ આઉટફિટની કિંમત પાંચ લાખ રૂપિયાની આસપાસ હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. આ ગાઉનને નીતા અંબાણીએ ગ્રે કલરની શાલ સાથે પેયરઅપ કર્યું હતું જેના પર ફરવાળી બોર્ડર હતી. આ બ્યુટીફૂલ ગાઉન લેબલ ઓસ્કર દે લા રેંતાએ ડિઝાઈન કર્યું હતું.
Also read: બનારસની ગલીઓમાં શું કરી રહ્યા હતા નીતા અંબાણી
નીતા અંબાણીએ પોતાના ન્યૂ યર લૂકને કમ્પલિટ કરવા માટે ડાયમંડ ડ્રોપ ઈયર રિંગ્સ અને રિંગ પહેરી હતી. આ સુંદર આઉટફિટ અને જ્વેલરી સાથે નીતા અંબાણીએ પાર્ટી મેકઅપ પસંદ કર્યું હતું. સ્મોકી આઈઝ, ન્યૂડ લિપસ્ટિક અને વાળ ખુલ્લા રાખ્યા હતા. નીતા અંબાણીનો આ સોનપરી લૂક ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો… અત્રે ઉલ્લેખનીય છે કે નીતા અંબાણીના આ લૂકને નેટિઝન્સ નાની વહુ રાધિકા મર્ચન્ટના લૂક સાથે કમ્પેયર કરી રહ્યા છે. હાલમાં જ રાધિકા મર્ચન્ટે આવો જ સુંદર આઉટફિટ પહેર્યો હતો જેમાં લોકોએ તેની સરખામણીએ જલપરી સાથે કરી દીધી હતી.