મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Nita Ambani-Mukesh Ambaniનો આ લૂક જોયો કે? જોઈને આંખો પર વિશ્વાસ નહીં થાય…

નીતા અંબાણી અને મુકેશ અંબાણી (Nita Ambani-Mukesh Ambani)નું નામ ઉદ્યોગજગતનું મોસ્ટ ફેવરેટ અને એડોરેબલ કપલમાં લેવામાં આવે છે. હંમેશા પોતાની લાઈફસ્ટાઈલ અને મોંઘા મોંઘા શોખને કારણે લાઈમલાઈટમાં રહે છે. એમાં પણ હાલમાં ઈટલી ખાતે નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સેકન્ડ પ્રિ-વેડિંગ ફંક્શન (Anant Ambani-Radhika Merchant’s Second Pre-Wedding Bash Party)ને કારણે અને તેમાં કરવામાં આવેલા અધધધ ખર્ચને કારણે તો લાઈમલાઈટમાં રહે છે. ત્રણ દિવસના આ સેલિબ્રેશનમાં એક માસ્કરેડ પાર્ટીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને આ પાર્ટીની એક ઝલક જોઈને તમે પણ એકદમ સરપ્રાઈઝ થઈ જશો…

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલાં આ ઈવેન્ટમાં ફોટો અને વીડિયોમાં સૌનું ધ્યાન નીતા અંબાણી (Nita Ambani)ના લૂકે ખેંચ્યું છે. આ ફોટો માસ્કરેડ પાર્ટીનો છે અને આ પાર્ટીમાં નીતા અંબાણીનો લૂક હર હંમેશની જેમ જ એકદમ સ્ટનિંગ અને ગોર્જિયસ હતો.

પર્પલ કલરના થ્રીડી ગાઉનમાં નીતા અંબાણી (Nita Ambani)એ લાઈમલાઈટ ચોરી લીધી હતી. ગ્લેમરસ લૂક માટે નીતા અંબાણીએ એની સાથે ન્યુટ્રલ બેઝ અને પ્લમ ટોન્ડ લિપ્સ સાથે મિનીમલ રાખ્યું હતું. ડાયમંડ અને જેમ સ્ટડેડ ઈયરરિંગ્સ અને મેચિંગ નેકપીસ સાથે નીતા અંબાણીએ પોતાના લૂકને કમ્પ્લિટ કર્યું હતું.

આ પણ વાંચો : આવું હશે Anant Ambani-Radhika Merchantના લગ્નનું ઈન્વિટેશન?

વાત કરીએ મુકેશ અંબાણીની તો મુકેશ અંબાણી (Mukesh Ambani)એ જેટલા સારા પિતા છે એનાથી અનેક ગણા તે સારા દાદાદ છે. માસ્કરેડ બેશ પાર્ટીમાં મુકેશ અંબાણી પોતાની ગ્રાન્ડ ડોટર આદિયા સાથે જોવા મળ્યા હતા. તેમણે આ ઈવેન્ટ માટે ખાસ મરુન અને વ્હાઈટ પોલ્કા ડોટ બો ટાઈ અને વ્હાઈટ શર્ટ સાથે એક બ્લેક ટક્સિડો પહેર્યું હતું.

અંબાણી પરિવારના સૌથી વડીલ અને મહત્ત્વના સભ્ય એવા કોકિલા અંબાણી (Kokila Ambani)વિશે વાત કરીએ તો માસ્કરેડ પાર્ટીમાં કોકિલાબેન એકદમ કૂલ ગ્રેનીની જેમ પોઝ આપ્યા હતા. આ ઈવેન્ટમાં તેમણે પિંક કલરન લેસી કો-ઓર્ડ સેટ પહેર્યો હતો અને એમના ટોપમાં સિલ્વર બટ ડિટેલિંગ જોવા મળી હતી. આ સાથે જ તેમણે લેયર્ડ નેકલેસ અને સેમ શેડનો માસ્ક પહેર્યો હતો.આ ઉંમરે પણ કોકિલાબેન આ લૂકમાં એકદમ કૂલ દેખાઈ રહ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો