Nita Ambaniએ આવું કરતાં પહેલાં Shloka Mehta કે Isha Ambaniનો પણ વિચાર ના કર્યો! | મુંબઈ સમાચાર

Nita Ambaniએ આવું કરતાં પહેલાં Shloka Mehta કે Isha Ambaniનો પણ વિચાર ના કર્યો!

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નને 24 કલાક કરતાં પણ ઓછા સમય બાકી છે અને લગ્ન પહેલાંની ઈવેન્ટમાં પણ અંબાણી પરિવારે કોઈ કસર બાકી નથી રાખી. અત્યાર સુધી યોજાયેલા તમામ ફંક્શનમાં અંબાણી પરિવારના દરેક સભ્યએ લાઈમલાઈટ લૂંટી છે. પરંતુ વાત કરીએ આ થનારા સાસુમા એટલે કે નીતા અંબાણીની તો 60 વર્ષે પણ તેમની સુંદરતા બરકરાર છે. લગ્ન પહેલાં અંબાણી પરિવારે લગ્ન પહેલા શિવ-શક્તિની પૂજાનું વિશેષ આયોજન કર્યું હતું અને આ ઈવેન્ટમાં થનારા સાસુમા એટલે કે નીતા અંબાણી (Nita Ambani)નો જે લૂક જોવા મળ્યો છે એ જોઈને તો જોનારાઓની આંખો પહોળી થઈ ગઈ હતી. આ લૂકથી નીતા અંબાણીએ તો ભાઈસાબ વટ્ટ પાડી દીધો હતો. ચાલો જોઈએ આખરે એવું તે શું પહેર્યું હતું નીતા અંબાણીએ…

આ પણ વાંચો: અનંત રાધિકાના લગ્નમાં નીતા અંબાણીની ઉદારતાએ જીત્યા દિલ

અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીના ઈવેન્ટમાં નીતા અંબાણીના જેટલા લૂક સામે આવ્યા છે તેમાં તે દીકરી અને વહુ બંનેને કાંટે કી ટક્કર આપતા જોવા મળી રહ્યા છે. વાત કરીએ નીતા અંબાણીના પૂજાના લૂકની તો અબુ જાની સંદીપ ખોસલાના કલેક્શનમાંથી હેવી વર્કવાળા લહેંગા ચોલી પહેર્યા હતા અને આ આઉટફિટ્સે તો નીતા અંબાણીની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા હતા. ગ્રીન કલરના લહેંગા સાથે સોનાથી બનાવવામાં આવેલા બ્લાઉઝ સાથે પેયર કર્યો છે.

બ્લાઉઝને ચંદન હાર અને ચાંદીના ધાગામાંથી બનાવવામાં આવ્યું છે. બ્લાઉઝની ગોળ નેકલાઈન પર સ્ટાર્સની સાથે લહેંગાની જેમ જે સોની વર્કથી ડિટેઈલિંગ કરવામાં આવી છે. લહેંગાની બોર્ડરને હેવી લૂક આપવામાં આવ્યું હતું. અને એમાં જિગજેગ લાઈનમાં વર્ક કરવામાં આવ્યું છે. જેના પર સોની વર્કની સાથે સાથે મિરર વર્ક પણ કરવામાં આવ્યું છે અને કારણે લહેંગામાં ચમક જોવા મળી રહી છે.

આ પણ વાંચો: સમુહ લગ્નમાં નીતા અંબાણીની લાલ સાડીની થઇ રહી છે ચર્ચા, જાણો શું હતું ખાસ

આટલા સુંદલ ઘાઘરા-ચોલી સાથે નીતા અંબાણીએ સાટિન સિલ્કનો રોયલ દુપટ્ટો કેરી કર્યો હતો જેના પર થોડા થોડા અંતરે બુટ્ટીઓ બનાવવામાં આવી છે અને એની બોર્ડર પર પણ લહેંગા જેવું જ કામ કરવામાં આવ્યું છે.

નીતા અંબાણીના અત્યા સુધીના લૂક સાથે હીરા, પન્ના અને રૂબીવાળી જ્વેલરી પણ જોવા મળે છે. પરંતુ આ વખતે તેમણે પોતાના લૂકને કમ્પલિટ કરવા માટે પોલ્કી હાર પહેર્યો હતો. આ હારમાં 6 સેમ સાઈઝના સ્ટોન લગાવવામાં આવ્યા છે અને લીલા મોતીવાળા લટકણવાળા સેન્ટરના ઓવર અને સર્કલ સ્ટોનનો સાઈઝ સૌથી મોટી હતી. ન્યૂડ મેકઅપ સાથે બ્રાઉનિશ કજરારી આંખોવાળો નીતા અંબાણીનો આ સ્ટાઈલિશ લૂક તેમની વહુ શ્લોકા મહેતા અને દીકરી ઈશા અંબાણી પર પણ
ભારી પડ્યો હતો.

સંબંધિત લેખો

Back to top button