મનોરંજન

નીતા અંબાણી છે પાક્કા ગુજરાતણઃ ક્રોકરી લેવા તે શ્રીલંકા ગયા કારણ કે…

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી કરતા તેમનાં પત્ની નીતા અંબાણી વધારે ચર્ચામાં રહે છે. જોકે નીતા અંબાણીની પોતાની કંપની અને અંબાણી પરિવારના તમામ વ્યાવસાયો અને ધર્માદાની પ્રવૃત્તિમાં નીતા અંબાણી મહત્વનો ભાગ ભજવે છે, પણ તેમની ચર્ચા તેમની લાઈફસ્ટાઈલને કારણે વધારે થાય છે. તેમની સાડી, જ્વેલરી, ડ્રેસિંગની સાથે સાથે લાઈફસ્ટાઈલ પણ ચર્ચામાં રહે છે. નીતા અંબાણી દરેક બબાત માટે ખૂબ જ પર્ટિક્યુલર છે તો પછી કિચનની ક્રોકરી બબાતે શા માટે સમાધાન કરે? હવે તમને લાગશે કે ભઈ તેમને ક્યાં વાંધો છે જે ઈચ્છે તે લઈ શકે, તો એવું નથી. નીતા અંબાણી આ મામલે પાકા ગુજરાતણ છે અને દરેક ગૃહિણીની જેમ બચત કરવી તેવું તે પણ ઈચ્છે જ છે. ચાલો તમને જણાવીએ કોકીલાબેનની આ મોટી વહુ ઠેઠ શ્રીલંકા શા માટે ગઈ હતી.

વાત જાણે એમ છે કે નીતા અંબાણીએ જે ક્રોકરી ખરીદવા ગયા હતા તે એક જાપાનીઝ કંપનીની ખૂબ જ જાણીતી પ્રોડક્ટ છે. નોરીટેક એ જાપાનની મુખ્ય બ્રાન્ડ્સમાંથી એક છે અને તેની 22-કેરેટ સોના અને પ્લેટિનમની કલાકારીવાળી ક્રોકરી માટે પ્રખ્યાત છે. જો કે આ બ્રાન્ડનું શ્રીલંકામાં સૌથી વધુ ઉત્પાદન થાય છે. એક અહેવાલ અનુસાર ગોલ્ડ અને પ્લેટિનમથી ટ્રીમ 50-પીસ નોરીટેક ડિનર સેટની કિંમત જે ઈન્ડિયામાં રૂ. 67,000થી 1.6 લાખમાં છે તે શ્રીલંકામાં અડધી કે તેનાથી પણ ઓછી USD 300 થી USD 500 છે, જે લગભગ રૂ. 25,000 થી રૂ. 42,000 જેટલી છે. હવે નીતાબેનને તો ઘરનું જેટ અને શ્રીલંકા પહોંચતા વાર કેટલી લાગે. એટલે તેમણે શ્રીલંકાથી લેવાનું પસંદ કર્યું હશે.

આ પણ વાંચો : જામનગર રિફાઈનરીના 25 વર્ષ પૂરા થવા મુદ્દે નીતા અંબાણીએ કહ્યું ‘જામનગર’ રિલાયન્સનો આત્મા…

અત્રે એ ઉલ્લેખનીય છે કે નીતા અંબાણી મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે અને તેમણે સંતાનોને સાાર મૂલ્યો સાથે ઉછેર્યા છે. ત્યારે કરકસરનો ગૂણ તેમનામાં હોવાનો જ. હવે તેમણે કેટલાની ક્રોકરી ખરીદી તે આપણને ખબર નથી, પરંતુ લાખોની બચત ચોક્કસ કરી હશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button