
અંબાણી પરિવારના લેડી બોસ નીતા અંબાણી (Nita Ambani)હાલમાં અમેરિકાના વિદેશ પ્રવાસે છે સાત સમંદર પાર નીતા અંબાણી ભારતના નામનો ડંકો વગાડી રહ્યા છે. નીતા અંબાણીએ હાર્વર્ડ ઈન્ડિયા કોન્ફરન્સ-2025માં ભારતીય વેપાર, નીતિ અને સંસ્કૃતિ પર ભાષણ આપ્યું હતું. આ ઈન્ટરવ્યુ દરમિયાન નીતા અંબાણીએ એક રેપિડ ફાયર ઈન્ટરવ્યુમાં ભાગ લીધો હતો અને જ્યાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને પતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) વચ્ચે પસંદગી કરવાનું જણાવવામાં આવ્યું અને એ સમયે નીતા અંબાણીએ જે જવાબ આપ્યો એ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ શું કહ્યું નીતા અંબાણીએ
Also read : સાત સમંદર પાર સાડીમાં Nita Ambaniએ બિખેર્યો એવો જલવો, જોઈને તમે પણ કહેશો કે…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કોન્ફરન્સમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન નીતા અંબાણીએ રેપિડફાયર રાઉન્ડમાં ભાગ લીધો હતો જેમાં તેમણે પતિ મુકેશ અંબાણી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે પસંદગી કરવાની હતી. નીતા અંબાણએ આ સવાલનો જવાબ આપતા મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી દેશ માટે સારા છે અને મારા પતિ મુકેશ અંબાણી મારા ઘર માટે સારા છે. નીતા અંબાણીનો આ જવાબ સાંભળીને હાજર તમામ લોકો હસી પડ્યા હતા. નીતા અંબાણીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે.
વાત કરીએ નીતા અંબાણીના લૂકની તો નીતા અંબાણીએ આ સમયે ડાર્ક બ્લ્યુ કલરની હેન્ડલૂમની પારસી ગારા સાડી પહેરી હતી. આ સાડીમાં નીતા અંબાણી હર હંમેશની જેમ એલિગન્ટ અને ક્લાસી લાગી રહ્યા હતા. સાડી રેડ અને બ્લ્યુ રંગની હતી અને જેમાં હેન્ડ એમ્બ્રોઈડરી ફ્લોરલ મોટિફ્સનું કામ કરવામાં આવ્યું હતું. આ સાડી સાથે તેમણે ફૂલ સ્લીવ્ઝવાળું બ્લાઉસ પહેર્યું હતું.
નીતા અંબાણીએ ન્યુડ મેકઅપ અને પર્લ નેકલેસ સાથે પોતાનો લૂક કમ્પલિટ કર્યો હતો. ઓપન હેયર અને ડાયમંડના ઈયરરિંગ્સ નીતા અંબાણીની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા. આ સાથે તેમણે હાથમાં કડા પહેર્યા હતા.
Also read : રિ-રિલિઝમાં જબરી કમાણી કરનારી ફિલ્મની હીરોઈન માવરા હોકેને કહ્યું કે…
જોકે, આ પહેલી વખત નથી કે નીતા અંબાણીએ સાડી સ્ટાઈલ કરીને પોતાની સુંદરતાથી લોકોને ઘાયલ કર્યા હોય. આ પહેલાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની શપથ ગ્રહણ સેરેમની દરમિયાન તેમણે કાંચીપુરમ સિલ્કની સાડી પહેરીને સાત સમંદર પાર ભારતીય સંસ્કૃતિનો પરિચય આપીને ડંકો વગાડ્યો હતો. તમે પણ નીતા અંબાણીનો આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો.