મનોરંજન

આ કોના રેસ્ટોરાં પહોંચ્યા Nita Ambani? ફ્લોરલ સાડી, કુંદન જ્વેલરીમાં ઠસ્સો જોશો તો…

અંબાણી પરિવારના લેડી બોસ ગણાતા નીતા અંબાણીનો સાડીઓ અને જ્વેલરી માટેનો પ્રેમ કોઈથી છુપો તો નથી જ. કોઈ પણ ઈવેન્ટ હોય નીતા અંબાણી પોતાની સાડીઓ અને યુનિક જ્વેલરી કલેક્શનથી લાઈમલાઈટ લૂંટી લે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર નીતા અંબાણીનો એક ફોટો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં નીતા અંબાણી ફ્લોરલ પ્રિન્ટવાળી સાડી, કુંદનની જ્વેલરી પહેરીને રેસ્ટોરાં પહોંચ્યા છે. આ સમયે નીતા અંબાણી એકલા જ હતા.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં ફોટોમાં નીતા અંબાણી સેલિબ્રિટી શેફ વિકાસ ખન્નાના ન્યૂયોર્ક ખાતે આવેલા રેસ્ટોરાં બંગ્લો પહોંચ્યા હતા. વિકાસ ખન્નાએ ખુદ સોશિયલ મીડિયા પર આ સ્પેશિયલ વિઝિટના ફોટો શેર કર્યા હતા. જેવા આ ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા કે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું નીતા અંબાણીની સાડી અને જ્વેલરીએ.

આ પણ વાંચો: મુકેશ અંબાણીને પસંદ છે નીતા અંબાણીને આ ખાસ સાડીમાં જોવાનું, કિંમત એટલી કે…

નીતા અંબાણીએ આ ફ્લોરલ પ્રિન્ટવાળી સાડીને સુંદર આઈવરી રંગના વર્કવાળા બ્લાઉઝ સાથે શેર કર્યા હતા. નીતા અંબાણીની સુંદર ફ્લોરલ ઓફ વ્હાઈટ ઓર્ગેનઝા સાડી પર લાલ કલરની પહોળી બોર્ડર હતી અને એના પર ગુલાબી, પીળા, લીલા, અને કાળા રંગના પતંગિયા, ફૂલ અને પાન જોવા મળે છે.

નીતા અંબાણીએ આ સાડીને ટ્રેડિશનલ સ્ટાઈલમાં પહેરી હતી અને એના પલ્લુને ખભા પર ટક કર્યું હતું. પોતાના લૂકને કમ્પલિટ કરવા માટે તેમણે સોના અને કુંદનની જ્વેલરી પહેરી હતી. જેમાં એક બ્રેસલેટ અને ઝુમખાનો સમાવેશ થાય છે અને આ જ્વેલરી તેમના લૂકમાં ચાર ચાંદ લગાવ્યા હતા. વાત કરીએ નીતા અંબાણીના મેકઅપની તો તેમણે ખૂબ લાઈટ મેકઅપ કર્યો હતો અને વાળને ખુલ્લા રાખ્યા હતા.

આ પણ વાંચો: કરોડોના માલિક નીતા અંબાણીની નવી ડાયમંડ જ્વેલરી જોઈ કે? જોશો તો…

નીતા અંબાણીનો આ લૂક સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે અને લોકો તેમની ફેશન સેન્સના વખાણ કરતાં નથી થાકી રહ્યા. તમે પણ નીતા અંબાણીનો આ લૂક ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો… 60 વર્ષેય નીતા અંબાણી પોતાના લૂક અને ફેશન સેન્સથી પરિવારની વહુ-દીકરીઓ સહિત બોલીવૂડની મોટી મોટી હસીનોઓને ટક્કર આપે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button