Viral Video: મુકેશ અંબાણી નહીં આ ખાસ વ્યક્તિનો બર્થડે સેલિબ્રેટ કર્યો નીતા અંબાણીએ, કો-ઓર્ડ સેટમાં…

આખો અંબાણી પરિવાર હાલમાં જ પરિમલ નાથવાણીના લગ્નમાં સાથે જોવા મળ્યો હતો અને આ સમયે પરિવારના તમામ સભ્યએ પોતાની સ્ટાઈલ અને લૂકથી લાઈમલાઈટ લૂંટી લીધી હતી. હવે ફરી એક વખત અંબાણી પરિવારના લેડી બોસ નીતા અંબાણીનો એક વીડિયો વાઈકલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નીતા અંબાણી કો-ઓર્ડ સેટ પહેરીને ખાસ વ્યક્તિનો બર્થડે સેલિબ્રેટ કરતાં જોવા મળી રહ્યા છે, પરંતુ આ ખાસ વ્યક્તિ મુકેશ અંબાણી નથી. ચાલો તમને જણાવીએ આ પાછળની આખી સ્ટોરી…
નીતા અંબાણીએ હાલમાં જ પોતાની એક સ્ટાફનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. નીતા અંબાણીએ સ્ટાફ માટે બર્થડે સોન્ગ ગાયું હતું અને તેમણે સ્ટાફને કેક પણ ખવડાવ્યું હતું. આ સમયે સિમ્પલ કો-ઓર્ડ સેટમાં નીતા અંબાણી એકદમ સુંદર લાગી રહ્યા છે.
આ પણ વાંચો: WPL ઓક્શનમાં પણ ચર્ચા તો નીતા અંબાણીની ‘Hermès Kelly’ બેગની જ, તમે પણ ના જોઈ હોય તો જોઈ લો…
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે ટેબલ પર એક ચોકલેટ કેક જોવા મળી રહી છે અને સ્ટાફ મેમ્બર યુનિફોર્મમાં જોવા મળે છે. નીતા અંબાણીએ આ સમયે સિમ્પલ કો-ઓર્ડ સેટ પહેર્યો છે, પણ તેમાં તે સ્ટાલિશ લાગી રહ્યા છે. વીડિયોમાં સ્ટાફ મેમ્બર જેવું કેક કટ કરે છે નીતા અંબાણી હસતાં હસતાં સ્ટાફને જોઈ રહે છે અને તેને એક બાઈટ ખવડાવે છે.
સ્ટાફ મેમ્બરે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને કેપ્શનમાં નીતા અંબાણીનો આભાર માન્યો છે. કેપ્શનમાં તેણે લખ્યું હતું હતું કે થેન્ક્યુ સો મચ મેમ, તમે મારો દિવસ ખાસ બનાવી દીધો. હું ખરેખર તમારી આભારી છું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને નેટિઝન્સ તેના પર જાત જાતની કેમેન્ટ્સ આપી રહ્યા છે.
વાત કરીએ નીતા અંબાણીના લૂકની તો તેમણે બેજ કલરનો સિમ્પલ કો-ઓર્ડ સેટ પહેર્યો છે જેના પર હેલિકોપ્ટરની પ્રિન્ટ જોવા મળી રહી છે. આ સાથે તેમણે ખૂબ જ લાઈટ મેકઅપ કર્યો છે. હેર સ્ટાઈલમાં નીતા અંબાણીએ સાઈડ પાર્ટિંગ કરીને પોની બાંધી છે. ડાયમંડ ઈયરરિંગ્સ સાથે નીતા અંબાણીએ પોતાના લૂકને કમ્પલિટ કર્યો છે.



