મનોરંજન

OMG, Nita Ambaniએ મુકેશ અંબાણીને છોડીને આ કોની સાથે ડિનર ડેટ પર જવાની વાત કરી?

નીતા અંબાણી (Nita Ambani) અંબાણી પરિવારના ડોન તો છે પણ એની સાથે સાથે જ તેઓ પોતાની એક સારી બિઝનેસવુમનની સ્કીલ, ફેશન સેન્સ, લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ તેઓ હાર્વર્ડ પ્રેસ કોન્ફરન્સ-2025માં ભાગ લેવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે પરી એક વખત કંઈક કર્યું હતું કે જેને કારણે તેઓ ચર્ચાનું કારણ બન્યા છે. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું નીતા અંબાણીએ-

સોશિયલ મીડિયા પર આ ઈવેન્ટના અનેક વીડિયો વાઈરલ થઈ રહ્યા છે અને આ વીડિયોમાં નીતા અંબાણી વિવિધ વિષયો પર ખૂબ જ રસપ્રદ વાતો કરી રહ્યા છે. એટલું જ નહીં પણ આ સમયે તેમણે અહીં ફિલ્મો વિશે, બોલીવૂડ એક્ટર્સ વિશે વાત કરી હતી. હાલમાં રેડિટ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં જોવા મળે છે કે નીતા અંબાણી પાસે હોલીવૂડ કે બોલીવૂડમાંથી કોઈ એક સાઈડ પસંદ કરવાનું જણાવવામાં આવ્યું જેમાં નીતા અંબાણીએ બોલીવૂડ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.

આગળ નીતા અંબાણીને તેમના હિંદી ફેવરેટ એક્ટર વિશે પૂછવામાં આવ્યું તો તેમણે અમિતાભ બચ્ચનનું નામ લીધું અને જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ કોની સાથે ડિનર ડેટ પર જવા માંગે છે બિલ ગેટ્સ સે બોલીવૂડ એક્ટર રણબીર કપૂર જેના જવાબમાં નીતા અંબાણીએ રણબીર કપૂરનું નામ લીધું.

આ વીડિયો પર ફેન્સના મજેદાર રિએક્શન આવી રહ્યા છે. કેટલાક લોકોએ જણાવ્યું હતું કે રણબીર કપૂરને પસંદ કરીને નીતા અંબાણીએ સાબિત કરી દીધું કે તે પાકી ભારતીય છે. બીજા એક યુઝરે લખ્યું કે આને કહેવાય એક તીરથી બે શિકાર દીકરો પણ ખુશ અને દેશવાસીઓ પણ ખુશ…

આ પણ વાંચો : નીતા અંબાણી જેટલી અમીર નથી, પણ તેમ છતાં દરરોજ ફ્લાઈટમાં ઓફિસ જાય છે આ મહિલા…

નીતા અંબાણીને આ સમયે એવો સવાલ પણ પૂછવામાં આવ્યો કે તેઓ રણબીર કપૂર અને રણવીર સિંહમાંથી કોને પસંદ કરશે તો એ સમયે પણ તેમણે રણબીર કપૂરનું જ નામ લીધું હતું, કારણ કે રણબીર કપૂર એ તેમના મોટા દીકરા આકાશ અંબાણીનો બેસ્ટ ફ્રેન્ડ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નીતા અંબાણી બોલીવૂડ સેલેબ્સ સાથે પણ એક સારો બોન્ડ શેર કરે છે અને તેમના ઘરના દરેક ઈવેન્ટમાં મોટી સંખ્યામાં બોલીવૂડ સેલેબ્સ હાજરી આપે છે. તમે પણ નીતા અંબાણીનો આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button