નીતા અંબાણી પાસે છે રૂપિયા 85 લાખનું ‘AI સંચાલિત આઈસ્ક્રીમ મશીન’? જાણો શું છે હકીકત…

અંબાણી પરિવારની ગણતરી દુનિયાના ધનવાન પરિવારમાં કરવામાં આવે છે અને સોશિયલ મીડિયા પર આ પરિવારને લઈને જાત-જાતના ન્યુઝ, ફોટો અને વીડિયો વાઈરલ થતાં હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવા જ એક ન્યુઝ વાઈરલ થઈ રહ્યા છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નીતા અંબાણી પાસે 85 લાખ રૂપિયાનું આઈસ્ક્રીમ મશીન છે અને આ મશીન ટેક્નોલોજીના મામલામાં ફ્રીજથી પણ વધારે સ્માર્ટ છે.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મશીન આઈસ્ક્રીમની દરેક લેયર્સને તેની પરફેક્ટ કૂલિંગ પર જમાવે છે અને તેમાં ફ્લેવર પણ પોતાની જાતે એડ થઈ જાય છે. ચાલો આજે તમને આ દાવાની સચ્ચાઈ વિશે જણાવીએ-

અંબાણી પરિવારનું એન્ટિલિયા દુનિયાની તમામ સુવિધાઓથી સજ્જ છે અને આ હાઈટેક ઘરમાં એક હાઈટેક આઈસ્ક્રીમ મશીન પણ છે જે ખાસ અમેરિકા કે જાપાનથી ઈમ્પોર્ટ કરવામાં આવી છે. એવું કહેવાય છે કે આ મશીનમાં ખાસ એઆઈ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે યુઝરની પસંદને ઓળખીને એ જ ફ્લેવરની આઈસ્ક્રીમ જાતે તૈયાર કરે છે.
મશીનની બીજી ખાસિયત વિશે વાત કરીએ તો આ સિવાય આ મશીનમાં એક ડિસ્પ્લે પેનલ છે જેને ટચ કરીને આઈસ્ક્રીમનો સ્વાદ, સાઈઝ અને ટેક્સચરથી લઈને ટોપિંગ સુધીની બાબતોને સિલેક્ટ કરી શકાય છે. મશીન જાતે જ બધી પ્રોસેસ મેનેજ કરે છે અને થોડીક જ મિનિટોમાં હોટલ ક્વોલિટીની પરફેક્ટ આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ જાય ચે.
નીતા અંબાણી હોય કે અંબાણી પરિવારનો કોઈ પણ સદસ્ય તેમની નાની-મોટી તમામ વિગતો જાણવામાં લોકોને ખૂબ જ રસ હોય છે અને તે જોત જોતામાં વાઈરલ થઈ જતી હોય છે. આ જ રીતે આ 85 લાખ રૂપિયાની આઈસ્ક્રીમ બનાવવાની મશીન સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયું. આ મશીનને લઈને મીમ, વીડિયો અને પોસ્ટનું પૂર આવી ગયું કેટલાક લોકોએ તો આને વિલાસીતા હદની તો અંબાણી લાઈફ સ્ટાઈલનું એક લેવલ અપ કરી દીધું છે.
વાત કરીએ સચ્ચાઈની તો હજી સુધી આ મશીનને લઈને અંબાણી પરિવાર દ્વારા આ બાબતે કોઈ ઓફિશિયલ નિવેદન નથી આપવામાં આવ્યું કે ન તો કોઈ મોટી કંપનીએ આ પ્રોડક્ટ વિશે જાણકાની શેર કરી હોય. નીતા અંબાણીના ફેન પેજ પર આ મશીનની માહિતી શેર કરવામાં આવી છે.
ટૂંકમાં આ 85 લાખ રૂપિયાનું મશીન હકીકતમાં હોય કે પછી ઈન્ટરનેટની કોઈ મિથ પરંતુ એણે લોકોની કલ્પના અને ચર્ચામાં પોતાનું ખાસ સ્થાન બનાવી દીધું છે. હાલમાં આ મશીનની કિંમત કે તેનું કોઈ પ્રૂફ સામે નથી આવ્યું પણ ઈન્ટરનેટ પર તેની લોકપ્રિયા કોઈ સ્ટાર લોન્ચથી બિલકુલ ઓછી નથી.
આ પણ વાંચો…Viral Video: નીતા અંબાણી, રાધિકા મર્ચન્ટ પોતાના પાર્ટનર છોડીને કોની સાથે ગરબા રમતા જોવા મળ્યા?