મનોરંજન

Viral Video: બર્થડેના દિવસે રૂમની બહાર નીકળ્યા નીતા અંબાણી અને જોયો એવો નજારો કે…

અંબાણી પરિવારના લેડી બોસ નીતા અંબાણી (Nita Ambani) પોતાની લાઈફસ્ટાઈલ અને સુંદરતાને કારણે ચર્ચામાં આવતા હોય છે. હાલમાં જ પહેલી નવેમ્બરના 63મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. સોશિયલ મીડિયા પર નીતા અંબાણીના બર્થડે પાર્ટીનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોની કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે જામનગરમાં પોતાની ટીમની સાથે નીતા અંબાણીનો બર્થડે… નીતા અંબાણીને તેમના સ્ટાફ દ્વારા ક્યુટ સરપ્રાઈઝ આપવામાં આવ્યું હતું. આવો જોઈએ શું છે ખાસ આ વીડિયોમાં…

વીડિયોમાં નીતા અંબાણી રૂમથી બહાર આવી રહ્યા છે અને તેમના સ્ટાફે સરપ્રાઈઝ કેક કટિંગ સેરેમનીનું આયોજન કર્યું છે. નીતા અંબાણી ફૂલોથી સજાવેલાં રસ્તા પરથી ચાલીને આગળ વધે છે અને કેક કટિંગ કરે છે અને સ્ટાફ સાથે બર્થડે સેલિબ્રેટ કરે છે. આ વીડિયોમાં નીતા અંબાણી સાથે મસ્તી કરતાં તેમની ટીમની એક સદસ્ય તેમના નાક પર ફ્રોસ્ટિંગ લગાવે છે, જેને જોઈને બાકીના લોકો હસી પડે છે. નીતા અંબાણી પણ ટીમ સાથે ડાન્સ વગેરે કરીને બર્થડે સેલિબ્રેટ કરે છે.

વાત કરીએ નીતા અંબાણીના લૂકની તો નીતા અંબાણીએ આ સમયે પિંક કલરનો વર્કવાળો સૂટ પહેર્યો હતો. આ આઉટફિટ પર હાઈ લો હેમલાઈન અને ગોલ સ્પ્લિટ નેકલાઈન જેને કારણે નીતા અંબાણીનો લૂક એકદમ સુંદર લાગી રહ્યો હતો. આ સાથે તેમણે મેચિંગ પ્લાઝો પેન્ટ પહેરી હતી, જેના પર પણ ગોલ્ડન ડિટેઈલિંગ કરવામાં આવી હતી. એક્સેસરીઝમાં નીતા અંબાણીએ સ્ટ્રેપી સેન્ડલ, ગોલ્ડન બ્રેસલેટ, ડાયમંડ સેન્ટરપીસવાળી રિંગ અને પોલ્કી ગોલ્ડ ઝૂમખાં સ્ટાઈલ કર્યા હતા.

આ સિવાય સોશિયલ મીડિયા પર નીતા અંબાણી અને મુકેશ અંબાણીનો એક વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં મુકેશ અંબાણી ગળે લગાવીને નીતા અંબાણીને બર્થડે વિશ કરતાં જોવા મળે છે. આ સમયે મુકેશ અંબાણી ઈમોશનલ પણ થઈ જાય છે. નેટિઝન્સ આ બંને વીડિયો પર ખૂબ જ વ્હાલ વરસાવી રહ્યા છે.

ટીમ ઈન્ડિયાની જિત પર શુભેચ્છા આપી નીતા અંબાણીએ
નીતા અંબાણી ગઈકાલે ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી વુમેન્સ વર્લ્ડકપની ફાઈનલ મેચ જોવા પહોંચ્યા હતા. સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે રમાયેલી આ ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ જિત હાંસિલ કરી હતી. નીતા અંબાણી ટીમ ઈન્ડિયાની ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરને ગળે લગાવીને શુભેચ્છા આપી હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.

આપણ વાંચો:  હાથના કર્યા નડ્યાઃ હીટ ફિલ્મો આપી ચૂકેલો સ્ટાર હવે વિદેશમાં કપડા વેચે છે…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button