ટ્રેડિશનલ ડ્રેસમાં નિમ્રત કૌરે ગુરુદ્વારામાં માથું ટેકવ્યું અને પ્રસાદ વહેંચ્યો, જુઓ વાયરલ તસવીરો

મુંબઈ: આજે દેશભરમાં ગુરુનાનક જંયતીની ઉજવણી થઈ રહી છે. ત્યારે બોલીવુડની મોસ્ટ ટેલેન્ટેડ એક્ટ્રસ નિમ્રત કૌર પણ ગુરુનાનક જયંતીની ઉજવણી કરી રહી છે. પોતાની જોરદાર એક્ટિંગ સ્કિલ્સથી તેને લોકોના દિલોમાં અનોખી જગ્યા બનાવી છે. તેણે મુંબઈના ગુરુદ્વારામાં દર્શન કરીને ગુરુનાનક જયંતીની ઉજવણી કરી હતી. જેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જે તેના ચાહકોને પ્રેરણા આપે છે.
ગુરુનાનક જયંતિના પવિત્ર દિવસે નિમ્રત કૌર ટ્રેડિશનલ ડ્રેસમાં ગુરુદ્વારા પહોંચી અને માથું ટેકવ્યું. તેણે લાઈટ પર્પલ રંગનો એમ્બ્રોઈડરીવાળો લોન્ગ સુટ પહેર્યું હતું. જેની સાથે ચુડીદાર દુપટ્ટો રાખ્યો હતો. માથ પર દુપટ્ટો લઈ તે ખુબ સુદર અને એક્ટ્રેટિવ જોવા મળી હતી. તેની સાદગીને ચાહકોએ ખૂબ વખાણી હતી. આ પર્વની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
આ પણ વાંચો: ‘સિટાડેલ હની બની’ના પ્રીમિયરમાં નિમ્રત કૌર છવાઈ ગઈ
ગુરુદ્વારામાં દર્શન કર્યા પછી નિમ્રતે સેવા પણ કરી અને પોતાના હાથે કડા પ્રસાદ વહેંચ્યો. તેણે પાપારાઝીને પણ પ્રસાદ આપ્યો અને હાથ જોડીને તેને અભિવાદન કર્યું. આ નમ્રતાપૂર્વક તેણે સૌનું દિલ જીતી લીધું.
નિમ્રતે ગુરુદ્વારા પાસે પાપારાઝી માટે સારા સારા પોઝ પણ આપ્યા, જે ફોટો હવે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. ચાહકો તના આ પરંપરાગત અને નમ્ર અંદાજના ખૂબ વખાણ કરી રહ્યા છે અને તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે. આ બાબત તેની ધાર્મિક ભાવના અને સરળ વ્યક્તિત્વનો નિર્દેશ કરે છે, જેને કારણે ચાહકોનું પણ દિલ જીત્યું હતું.



