Abhishek Bachchan-Aishwarya Rai-Bachchanના ડિવોર્સ અંગે પહેલાં જ એક્ટ્રેસે કરી ભવિષ્યવાણી, કહ્યું…
બોલવૂડ એક્ટર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) પોતાની મેરિડ લાઈફને કારણે હાલમાં ચર્ચામાં છે અને હવે તો એવી ચર્ચા પણ ચાલી રહી છે કે ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક ટૂંક સમયમાં જ ડિવોર્સ લઈ શકે છે. સોશિયલ મીડિયા પર તો અભિષેક બચ્ચનના અફેયરની ચર્ચા પણ જોર-શોરથી ચાલી રહી છે. ખેર, આમાં સાચું-ખોટું તો રામ જાણે પણ આજે અમે અહીં તમને એક એવી એક્ટ્રેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેણે તો પહેલાં જ અભિષેક અને ઐશ્વર્યાના લગ્નજીવનને લઈને ભવિષ્યવાણી કરી દીધી હતી, આવો જોઈએ કોણ છે આ એક્ટ્રેસ અને શું કહ્યું હતું ઐશ્વર્યા-અભિષેકના લગ્નને લઈને-
આ એક્ટ્રેસ બીજું કોઈ નહીં પણ નિમ્રત કૌર છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં અભિષેક બચ્ચન પોતાની ફિલ્મ દસમીને પ્રમોટ કરી રહ્યો છે અને જ્યાપે હોસ્ટ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યાનું લગ્નજીવન લાંબુ ચાલે એવી શુભેચ્છા આપી રહ્યા હતા તો ફિલ્મની એક્ટ્રેસ નિમ્રત કૌરે કહ્યું કે લગ્ન એટલા લાંબા ચાલતા નથી.
નિમ્રતની આ વાત સાંભળીને અભિષેક આંખોમાં સવાલ સાથે નિમ્રતને લૂક આપે છે, જે જોઈને નિમ્રતે સ્પષ્ટતા કરી હતી કે તેણે આ વાત મજાકમાં કહી હતી અને એનો કોઈ ગૂઢ અર્થ નથી. એટલું જ નહીં નિમ્રતે આગળ એવું પણ કહ્યું હતું કે કોઈનું અપમાન કરવાનો મારો કોઈ ઈરાદો નથી. આ ઈન્ટરવ્યૂ ખૂબ જ વાઈરલ થયો હતો એ સમયે પણ.
આ પણ વાંચો : Aishwarya Rai-Abhishek Bachchanના ડિવોર્સનું કારણ છે આ એક્ટ્રેસ?
અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા અને અભિષેકના લગ્ન 2007માં થયા હતા અને બંનેના લગ્નને 17 વર્ષનો સમય થઈ ગયો છે. કપલને એક ક્યુટ દીકરી છે નામે આરાધ્યા. છેલ્લાં કેટલાક દિવસથી તો એવી ચર્ચા પણ ચાલી રહી છે કે ઐશ્વર્યા અને અભિષેકના લગ્ન જીવનમાં ભંગાણ પણ નિમ્રત કૌરને કારણે જ પડ્યું છે, પરંતુ આ બાબતે હજી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.