Abhishek Bachchan સાથે અફેયર પર Nimrat Kaurએ કહ્યું કંઈક એવું કે, સાંભળીને Aishwarya તો…

બોલીવૂડની બ્યુટીફૂલ એક્ટ્રેસ નિમ્રત કૌરનું નામ છેલ્લાં કેટલાય સમયથી તેની અપકમિંગ વેબ સિરીઝ સિટાડેલ હની બની કરતાં પણ તેની પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં છે. વાત જાણે એમ છે કે બી-ટાઉનમાં નિમ્રત કૌર અને અભિષેક બચ્ચનના અફેયરની ચર્ચા એકદમ જોરશોરથી ચાલી રહી છે, પરંતુ હવે નિમ્રત કૌરે અભિષેક અને પોતાના સંબંધોને લઈને ખુલાસો કર્યો છે. આવો જોઈએ આખરે શું કહ્યું નિમ્રત કૌરે-
સોશિયલ મીડિયા પર નિમ્રત કૌરનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં નિમ્રત કૌરે ઈન્ડાયરેક્ટલી પોતાને સિંગલ કહી છે. નિમ્રત કૌર સિટાડેલ હનીબનીના સ્પેશિયલ સ્ક્રિનિંગમાં પહોંચી હતી અને અહીં જ તેણે મીડિયા સાથે વાત કરતાં પોતાના સિંગલ સ્ટેટસને લઈને હિંટ આપી છે. નિમ્રતને પૂછવામાં આવ્યું કે તે સિંગલ છે અને અવારનવાર વેકેશન પર જાય છે તો શું સિંગલ યુવતીઓને શું ટિપ્સ આપવા માંગે છે? બસ અહીં નિમ્રતે પોતાનું કામ કરી દીધું અને પોતાના રિલેશનશિપ સ્ટેટસને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાક સમયથી નિમ્રત કૌર અને અભિષેક બચ્ચનના અફેયરની ચર્ચાઓ ચાલી રહી છે. દરમિયાન અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)ના ડિવોર્સની ચર્ચા ચાલી રહી હતી.
આ પણ વાંચો : Divorceની વચ્ચે Abhishek Bachchanની પોસ્ટ વાઈરલ, કોમનસેન્સનો તો કોઈ…
કેટલાક રિપોર્ટ્સમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે નિમ્રતના કારણે જ અભિષેક અને ઐશ્વર્યાના સંબંધમાં ભંગાણ પડ્યું છે. આ સમાચાર સામે આવતા જ નેટિઝન્સે નિમ્રતને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે, કેટલાક લોકોએ આ રિપોટ્સમાં કોઈ સચ્ચાઈ ના હોઈ એક્ટ્રેસના બચાવમાં આવ્યા હતા. આ બધા વચ્ચે નિમ્રતનો આ વીડિયો ચોક્કસ આ મામલો થાળે પાડવાનું કામ કરશે, એવો વિશ્વાસ વ્યક્ત કરાઈ રહ્યો છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નિમ્રત છેલ્લે ફિલ્મ સજની શિંદે કા વાઈરલ વીડિયોમાં જોવા મળી હતી. હવે તે ટૂંક સમયમાં જ ફિલ્મ સેક્શન 84માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અમિતાભ બચ્ચન, અભિષેક બેનર્જી અને ડાયના પેન્ટી પણ જોવા મળશે.