કરોડપતિ સિંગરને ડેટ કરી રહી છે એક્ટ્રેસ, પોસ્ટ કર્યા એવા ફોટો કે…
ટીવી એક્ટ્રેસ અને રિયાલિટી ટીવી શો બિગ બોસ ફેમ નિક્કી તંબોલી (Tv Actress Nikki Tamboli) સોશિયલ મીડિયા પર ખાસ્સી એવી એક્ટિવ છે. તે અવારનવાર બોલ્ડ અને કિલર લૂક્સને કારણે લાઈમલાઈટમાં આવતી જ હોય છે. પરંતુ હાલમાં નિક્કી તંબોલી ખાસ કારણોસર ચર્ચામાં આવી છે.
વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા નિક્કી તંબોલીના બી-ટાઉનના ફેમસ સિંગર મિકા સિંહ સાથેના સુપર સિઝલિંગ ફોટો વાઈરલ થઈ રહ્યા છે. આ ફોટો વાઈરલ થતાં જ ફેન્સ એવી અટકળો લગાવી રહ્યા છે કે નિક્કી અને મિકા એકબીજાને ડેટ કરી રહ્યા છે.
આ પણ વાંચો: ટીવી એક્ટ્રેસ Erica Fernandezએ શેર કર્યા એવા ફોટો કે…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં ફોટોમાં નિક્કી તંબોલી મિકા સિંહના ખોળામાં બેઠેલી જોવા મળી રહ્યા છે. બંને વચ્ચેની કેમિસ્ટ્રી એકદમ હોટ એન્ડ સિઝલિંગ છે. બંને જણે એકબીજાને બાંહોંમાં લઈને એકબીજાની આંખોમાં જોતા જોઈને ફેન્સ એકદમ ચોંકી ઉઠ્યા હતા. આ ફોટો વાઈરલ થતાં જ ફેન્સ અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે.
એક યુઝરે આ ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું છે કે આ ચાલી શું રહ્યું છે? બંને જણ એકબીજાને ડેટ કરી રહ્યા છે? બીજા એક યુઝરે લખ્યું હતું કે બંને જણ સાથે એકદમ સુંદર લાગી રહ્યા છે. જોકે, હજી સુધી એ જાણવા મળ્યું નથી કે મિકા અને નિક્કીના આ ફોટો કયા પ્રોજેક્ટના છે? પણ બંનેને સાથે જોઈને ફેન્સ એકદમ ખુશ થઈ ગયા છે અને બંનેને સાથે કામ કરતાં જોવા માટે એકદમ ઉત્સુક છે.
રેડ થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં નિક્કી તંબોલી એકદમ ગોર્જિયસ લાગી રહી છે. ગ્લોઈંગ મેકઅપ અને ઓપન હેરમાં નિક્કીનો અંદાજ એકદમ લાજવાબ લાગી રહ્યો છે તો બ્લેક સૂટમાં મિકા સિંહનો પણ કોઈ જવાબ નથી. વાત કરીએ મિકા સિંહના વર્ક ફ્રન્ટની તો મિકા સિંહે ફિલ્મ રાની તુ મૈં રાજા, સુબહ હોને ના દે અને લોન્ગ ડ્રાઈવ જેવા સુપરહિટ સોન્ગ્સ આપ્યા છે.